Abtak Media Google News

મકાનના બીજા માળે કપડા સુકવતા યુવક પર હુમલો કરતા બચાવવા વચ્ચે પડેલી માતાને પંજો માર્યો

ઊનાના ગીર ગઢડા ગામ મા મકાન ના બીજા માળે એક દીપડો ઘૂસી ગયો હતો. ઋષિકેશ કમલેશભાઈ ચાંદરાણી બીજા માળે કપડા સુકાવા ગયા હતા ત્યારે દીપડા એ ઋષિકેશ ભાઈ ઉપર હુમલો કરતા ચિશો પાડતા માતા અલકાબેન કમલેશ ભાઈ ચાંદરાણી બચાવવા જતા તેમની ઉપર પણ પંજા ના નહોર ભરાવ્યા હતા રાડા રાડી કરતા મકાન પાસે થી પસાર થતા રાજુ ભાઈ વાઘા ભાઈ વાઘેલા જોઈ જતા લાકડી લઈ દીપડા ના મુખ માંથી છોડાવી દીપડા ને ભગાડેલ હતો બન્ને ને સરકારી દવાખાના મા સારવાર માટે દાખલ કરેલ છે. ઋષિકેશ ભાઈ ને માથામાં અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે દીપડો ગામ માં ઘર સુધી પહોંચી જતા લોકો મા ભય ફેલાયો છે વન વિભાગ ના કર્મચારી દીપડા ને પકડવા તજવીજ હાથ ધરી છે.બીજો ફોટો રાજુભાઈ વાઘા ભાઈ વાઘેલા નો છે માતા અને પુત્ર ને દીપડા ના મુખ માંથી છોડાવી બચાવેલ તેનો છે.

 

View this post on Instagram

 

A post shared by Abtak Media (@abtak.media)

ઊના ના ગીર ગઢડા ગામ મા આજે સવારે ગામની મધ્યમાં એક બે માળ ના મકાન ની અગાશી ઉપર કપડા સુકાવવા ગયેલ માતા અને પુત્ર ઉપર દીપડાએ હુમલો કરી ગંભીર ઈજાઓ કરી હતી તેમજ એક વન કર્મ ચારિય ઉપર પણ દીપડા ને પકડવા વખતે હુમલો કરેલ હતો. વન વિભાગ દ્વારા સવારે 10, 30પછી રેસ્ક્યું ટીમ સાથે આવી એક દીપડા ને બેભાન કરી પકડી લીધો હતો અને બીજો દીપડો કાચા નળિયા વાળા મકાન મા છુપાઈ ગયા હોય વન વિભાગ ની રેશ્ક્યું ટીમે કલાકો ની જહેમત બાદ પકડી લીધો હતો.

આ અંગે ગીર ગઢડા યુવક મંડળ ના પ્રમુખ રાજુ ભાઈ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સ ના આગેવાનો એ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને ગીર ગઢડા ના મામલતદાર કચેરી અને જશાધાર ગીર મા આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ની કચેરી ને લેખિત મા રજૂઆત કરી હતી કે ગીર ગઢડા ગામ મા સવારે 7,30 વાગે વન વિભાગ ની કચેરી ને જાણ કરવા છતાં સવારે 10, 30સુધી રેશક્યુ ટીમ આવી ના હતી તેથી ગંભીરતા સમજી તુરંત ટીમ ને પહોંચાડવી અને ગામ ફરતે પાંજરા ગોઠવી દીપડા ને પકડી લોકો ને ભય મુક્ત કરવા રજૂઆત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.