Abtak Media Google News

ગીર સોમનાથ એલસીબીએ હિમાચલ પ્રદેશમાં રૂ.18 કરોડના ક્રીપ્ટો કરન્સી ફ્રોડના ગુન્હામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને તાલાલાના ભોજદે ગામની સીમમાં ખેડૂતે બનાવેલા ફાર્મમાંથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. હિમાચલ પ્રદેશના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બનેલ ક્રીપ્ટો કરન્સી ફોડના ગુન્હાની તપાસ માટે હિમાચલના ડીજીપીએ સીટની રચના કરી આવા ગુન્હામા આરોપીઓ ગીર સોમનાથ જિલ્લામાં છુપાઈને રહેતા હોવાની શકયતા હોય ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાને જાણ કરવામા આવતા તેમણે ખાસ ટીમની રચના કરી માહિતીના આધારે તાલાલા તાલુકાના ભોજદે ગામની કપુરીયા સીમ વિસ્તારમાં આવેલ ભીખાભાઈની વાડીએ બનાવેલ ફાર્મમા બેત્રણ દિવસથી શંકાસ્પદ શખસો રોકાયા છે.

આરોપીઓને કોઈ ઓળખી ન શકે તે માટે માથામાં મુંડન અને દાઢી મુછ કાઢી નાખ્યા હતા

જે ફાર્મમાં જઈ તપાસ કરતા આરોપીઓએ કોઈ ઓળખી ન શકે તે માટે માથામાં મુંડન કરાવી દાઢી મુછ કાઢી નાખ્યા હતા. જેથી પોલીસે હેમરાજ બલીભદ્રસિંહ શ્રીગંગારામ રાજપુત, સુખદેવ સુંદરલાલ ભગતરામ ઠાકુર અને ફાર્મ હાઉસ સંચાલક ભીખાભાઈ જીવાભાઈ મકવાણાને ઝડપી લીધા હતા.

હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના પાલમપુર પોલીસ સ્ટેશનના ફરિયાદી અરૂણસિંહ ગુલેટીયા અને અન્ય ઈસમોને વેબસાઈટોમા ક્રીપ્ટો કરન્સીના નામે રોકાણ કરી ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી વર્ષ 2019થી 2021 દરમિયાન રૂ.18 કરોડનુ રોકાણી કરાવી છેતરપિંડી કરી નાસતા ફરતા હતા.

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાય મંદિર, સાસણના લીધે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે. જેથી ગેસ્ટહાઉસો, હોટલ, ફામ હાઉંસ તેમજ રીસોર્ટના સંચાલકો દ્વારા આવના પ્રવાસીઓના આધાર પુરાવા સાથેની એન્ટ્રી કરવા અવારનવાર અપીલ કરવા છતાં અમુક સંચાલકો દ્વારા તેનુ પાલન કરવામાં આવતુ ન હોય તેમના વિરૂધ્ધ પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.