અમરેલી જિલ્લા વકીલ મંડળ અચોકકસ મુદત સુધી અરજન્ટ કામગીરી સહિત તમામ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

જજના ઉધ્ધતાઇભર્યા વર્તનથી  વકીલ મંડળમાં રોષ

વડીયાના સીનીયર એડવોકેટ એન.વી. રાઠોડ અને એડવોકેટ મેહુલ રાઠોડ સાથે વડીયાના જયુડી. મેજી.  અપમાનીત કરી અશોભનીય વર્તન કર્યું

અબતક, પ્રદીપ ઠાકર, અમરેલી

અમરેલી જિલ્લાના વડીયા  કોર્ટમાં સીનીયર અડવોકેટ એન.વી. રાઠોડ સાથે વડીયાના જયુડી. મેજી.  ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરી એડવોકેટનું સ્વમાન ભંગ થાય તેવું વર્તન કરેલ હતું. તેમજ વડીયાના જજ  ઉશ્કેરાઇ જઇ અણછાજતું વર્તન કરી   એડવોકટ રાઠોડભાઇને કોઇપણ જાતના વાંક વગર ધરપકડ કરવાની સુચના આપતા એડવોકેટ એન.વી. રાઠોડ  હાર્ટ એટેક આવતા સીવીલ હોસ્પીટલમાં દાખલ થવાની  ફરજ પડી  હતી.

અમરેલી જિલ્લા વકીલ મંડળ દવારા તમામ તાલુકા મંડળના પ્રમુખોની તથા જિલ્લા વકીલ મંડળના સભ્યોની તાત્કાલીક મીટીંગ   તા.01-08-ર0રર બોલાવેલ અને

અચોકકસ મુદત સુધી અરજન્ટ કામગીરી સહિત તમામ  કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનો ઠરાવ કરેલ છે.

આ બનાવની વિગત જોઈએ તો તા. 3007ર0રર ના રોજ વડીયાના જયુડી. મેજી.  ની કોર્ટમાં એડવોકેટ એન.વી. રાઠોડ ની મુદત હોય અને તે મુદત સબંધે સાહેદોને બોલાવી જુબાની લેવાની માટે  જજને જણાવતા એડવોકેટ ઉપર ખુબ જ ગરમ થઈ  કહેવા લાગેલ કે તમે કોર્ટને શીખવાડશો કે કોર્ટ કઇ રીતે ચાલશે અને ચાલુ અદાલતને એડવોકેટનું અપમાન કરેલ, છતા પણ એડવોકેટએ નમ્રપણે વર્તન કરેલ છતા પણ  ન્યાયધીશ ખુબ જ અશોભનીય વર્તન કરેલૂ, અને એડવોકેટની   તબીયત લથડતા તેઓને વડીયા સરકારી હોસ્પીટલ  બાદ અમરેલી સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવેલ.

વડીયા તેમજ જિલ્લાના ઘણા એડવોકેટ સાથે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરેલૂ હોય,  અગાઉ   જે કોર્ટમાં ફરજ બજાવેલી, ત્યાં પણ તેઓએ વકીલોને અપમાનીત કરી હડધુત કર્યા હોય અને તેથી વકીલોએ હડતાલ કર્યાના પ્રસંગો બનેલા છે, આ બનાવથી રોષે ભરાયેલા જિલ્લાના તમામ વકીલોએ આજરોજ તા. 01-08-ર0રર થી અમરેલી જિલ્લા વકીલ મંડળ તરફથી અચોકકસ મુદત સુધી અરજન્ટ કામગીરી સહિત તમામ  કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનો ઠરાવ કરેલ છે.

બારના પ્રમુખ એલ.એન. દેવમુરારી  ધારી વકીલ મંડળના પ્રમુખ વનરાજભાઇ વાળા તથા ઉપપ્રમુખ  સલીમભાઈ જામ તથા રાજુલા વકીલ મંડળના પ્રમુખ જયરાજભાઇ ખુમાણ તથા અશોક બાબરીયા તથા જાફરાબાદ વકીલ મંડળના પ્રમુખ એસ.વી. વઢવાણા તથા ઉપપ્રમુખ ડી.એન. બારૈયા તથા બગસરા વકીલ મંડળના પ્રમુખ એ.જે. જોષી   બાબરા વકીલ મંડળના   એસ.બી. તેરૈયા  લાઠી વકીલ મંડળના પ્રમુખ આર.સી. દવે   લીલીયા વકીલ મંડળના પ્રમુખ  કિશોરભાઇ પાઠક, સાવરકુંડલાના વકીલ મંડળના પ્રમુખ અશોકભાઇ સોસા   ખાંભાના વકીલ મંડળના પ્રમુખ બીજલબેન શાહ  અને  ખાંભા વકીલ મંડળે પણ ટેલીફોનીક ઉપરોકત ઠરાવને ટેકો આપી સહકાર આપેલ હતો