Abtak Media Google News

અબતક, પ્રદિપ ઠાકર, અમરેલી

આમ તો હવે સોમાસા ને હવે વિદાઇ લેવાનો સમય છે ત્યારે ભાદરવા છેલ્લા ત્રણ દિવસ થી સાંજે અમરેલીમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઈ કાલે ઢળતી સાંજે અમરેલી સહિત ગ્રામ્યમાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ ખાબક્યો હતો સતાવાર આંકડા પ્રમાણે સાંજ સુધી 109 મી.મી.થી વધારે વરસાદ પડ્યો હતો. જેને જોઈ લોકો પણ અચંબા માંપડી ગયા હતા ભારે વરસાદ ના કારણે અમરેલી શહેર ના કેટલાક વિસ્તારો માં પાણી ભરાયાં હતાં તો બીજી બાજુ અમરેલી નજીક આવેલા ઠેબી ડેમ ના 8 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા હતા અને નીચાણ વાળા ગામો જેવાકે અમરેલી, ચાપાથળ, પ્રતાપપુરા, અને ફતેપુર ગામો ને સાવચેત રહેવા અને નદીના પટ માં અવર જવર ન કરવા સૂચના અપાઇ હતી , સાથે સાથે અમરેલી કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા ટ્વીટ કરી જાણકારી અપાઈ હતી કે હાલ અમરેલી જિલ્લો આકાશીય વીજળી પ્રભાવિત ક્ષેત્રની અંદર છે જેથી લોકો ને બિન જરૂરી અવર જવર ના કરવી અને સુરક્ષિત સ્થળે રહેવા એક અપીલ કરાઈ હતી. ખેડૂતો ને પણ કપાસ વગેરે વાવેતર માં વરસાદ ની ખૂબ જરૂરિયાત હતી અને આ પડેલા વરસાદ થી ખેડૂતો માં પણ ખુશી ની લહેર જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.