Abtak Media Google News

બળવંતભાઈ મણવરની સાડા સાત દાયકાની આયુષ્યમાન યાત્રાને વધાવવા ખાસ કાર્યક્રમ

ઉપલેટાની જાણીતી સંસ્થા પીપલ્સ વેલફેર સોસાયટીને આડત્રીસ વર્ષ પૂર્ણ થયા છે. સંસ્થામાં ધો.૧ થી ૭ ની આશ્રમશાળાની શરૂઆત થયેલી. આ સંસ્થા આજે વટવૃક્ષ બની ગઈ છે.

Advertisement

7537D2F3 2

સંસ્થામાં ૧૯૮૧થી આજ દિવસ સુધીમાં હજારો વિદ્યાર્થીઓ આ સંસ્થામાં ભણ્યા છે. અને ભણીને વેપાર ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે સરકારી અર્ધ સરકારી નોકરી ક્ષેત્રે સામાજીક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે પણ સેવા આપી રહ્યા છે. સંસ્થામાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભકિત, પ્રમાણીકતા અને શિસ્તના પાઠ શીખેલા હોય. આજના ઝાકમઝોળ વાળા આધુનિક યુગમાં સંસ્થાનો વિદ્યાર્થી આદર્શ મૂલ્યો વાળુ શિક્ષણ મેળવીને સાચા અર્થમાં ચરિતાર્થ બનીને સમાજને ઉપયોગી થઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓ જે ક્ષેત્રે કામ કરે છે. ત્યાં કર્મયોગી પૂરવાર થયેલ છે. સંસ્થાને શૂન્યમાંથી સર્જન કરવા જેમણે અથાક પ્રયત્નો કર્યા છે. અને સંસ્થાને ખરા અર્થમાં લોકસેવાનું કેન્દ્ર બનાવી છે. તેમજ સંસ્થામાં રહીને આડત્રીસ વર્ષથી સેવાની ધુણી ધખાવી નેબેઠા છે. તેવા બળવંતભાઈ મણવરના ૭૫ વર્ષે ૨૦૧૮માં પૂર્ણ થતા તેમની સાડાસાત દાયકાની આયુષ્યયાત્રાને વાવવા આગામી દિવસ ૧.૧૨ના રોજ તેમના જન્મદિન નિમિતે અમૃત મહોત્સવનો કાર્યક્રમ ઉજવણી કરાશે આ કાર્યક્રમમાં સંસ્થાના આશરે પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓનાં વાલીઓ, સંસ્થા સાથે જેનો સ્નેહનો સંબંધ છે. તેવી ગુજરાતભરની સંસ્થાઓના કાર્યકરો તેમજ વિસ્તારના જિલ્લા તાલુકાના સદસ્ય તેમજ મુરબ્બી બળવંતભાઈ મણવરના રાજકીય મિત્રો કાર્યકર્તાઓ અને ઉપલેટા ધોરાજી તાલુકાની નગરપાલીકાઓનાં આગેવાનો તેમજ ગ્રામપંચાયતોના સરપંચ અને સદસ્યો તેમજ સહકારી સંસ્થાના આગેવાનો તેમજ રચનાત્મક આગેવાનો હાજર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.