Abtak Media Google News

લગ્ન પસંગની ખરીદી કરી રાજકોટથી પરત જતા નડયો જીવલેણ અકસ્માત: બે પુત્રોની નજર સામે પિતાના મોતથી પરિવારમાં અરેરાટી

રાજકોટ-કોટડા સાંગાણી રોડ પર આવેલા લોઠડા નજીક બે કાર સામ સામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કોટડા સાંગાણીના ખોજા પ્રૌઢનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. લગ્ન પસંગની ખરીદી કરી પરત જતા પરિવારના મોભીનું બે પુત્રોની નજર સામે મોત નીપજતા અરેરાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોઠડા નજીક ગત રાતે જી.જે.3એલબી. 7047 નંબરની ક્રેટા અને જી.જે.3સીઆર. 3302 નંબરની હોન્ડા સિટી કાર સામ સામે ધડાકાભેર અથડાતા ક્રેટા કારના ચાલક મદતઅલી કરમઅલી જેઠાણી ગંભીર રીતે ઘવાતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું છે.

કોટડા સાંગાણી રહેતા મદતઅલીના નાના પુત્ર અલનવાઝની સાળીના લગ્ન હોવાથી એક સપ્તાહ પૂર્વે જ તે આફ્રિકાથી કોટડા સાંગાણી આવ્યો હતો. ગઇકાલે પોતાના પિતા મદતઅલી અને ભાઇ મોટા ભાઇ મોહસીન સાથે સાળીના લગ્ન પસંગ માટે ખરીદી કરવા ક્રેટા કાર લઇને રાજકોટ આવ્યા હતા.

મદતઅલી જેઠાણી પોતાના બે પુત્ર મોહસીન અને અલનવાઝ સાથે રાજકોટથી કોટડા સાંગાણી પરત જઇ રહ્યા હતા ત્યારે લોઠડા પહોચ્યા ત્યારે સામેથી પુર ઝડપે ઘસી આવેલા જી.જે.3સીઆર. 3302 નંબરની હોન્ડા સિટી કારના ચાલક જય હસમુખભાઇ મારકણાની કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં મદતઅલી જેઠાણીના મોત થતા તેના પુત્ર મોહસીને કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના જય હસમુખભાઇ મારકણા સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ એમ.ડી.પરમાર સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.