Abtak Media Google News

ગોંડલ નજીક સરપદળના બે ભાઈના વિજ શોકથી મોત

છેલ્લા આઠ દિવસથી મલેશિયન લીમડા કાપવાનું મજુરી કામ કરી રહ્યા હતા: પરિવારમાં અરેરાટી

ગોંડલ તાલુકાના કંટોલિયા બાંદ્રા રોડ પર મલેશિયન લીમડા કાપવાનું મજુરી કામ કરી રહેલા સરપદડ ગામના બે સગા ભાઈઓનો લોખંડનો ઘોડો વીજ તાર ને અડી જતા શોટ લાગતા કમ કમાટી ભર્યા મોત નિપજયા હતા.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ કંટોલિયા બાંદ્રા રોડ પર વોરાકોટડાના સર્વે નંબરમાં ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જસાણી પટેલ રહે રાજકોટ વાળાની વાડી આવેલ હોય અને ત્યાં મલેશિયન લીમડા વાવવામાં આવ્યા હોય જેને કાપવાનું કામ છેલ્લા આઠ દિવસથી પડધરી તાલુકાના સરપદડ ગામના પિયુષભાઈ વસંતભાઈ મકવાણા (ઉમર વર્ષ 28) અને તેના નાનાભાઈ મયુરભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું હોય મંગળવારે સવારે દસ વાગ્યાની આસપાસ બન્ને ભાઈઓ લીમડા કાપવાનું કામ કરી રહ્યાં હતા ત્યારે લોખંડનો ઘોડો વાડી ઉપરથી પસાર થતી ઇલેવન કેવીની લાઈનને અડી જતા વીજ કરંટ લાગતા બંને ભાઈઓના કમકમાટીભર્યા મોત નિપજયા હતા બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પી.એસ.આઇ એમ જે પરમાર, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર સહિતનાઓ સ્થળ પર દોડી ગયા હતા અને મૃતકોના પરિવારજનોને જાણ કરી પીએમ માટે મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવની જાણ પીજીવીસીએલના અધિકારીઓને થતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બન્ને ભાઈઓ અપરણિત હતા અને લીમડા કાપવાનું કામ કરી ઘર ગુજરા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.