Abtak Media Google News

ભારતની આકર્ષક પરંપરા ચબુતરો’ -મેનકા ગાંધી. ભારતની એક આકર્ષક પરંપરા છે, ભારતમાં તે ઠેર-ઠેર જોવા મળે છે. ગુજરાતના ગામડામાં વચ્ચોવચ તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ આ પરંપરા નજરે પડે છે. તેનું નામ ચબુતરો છે. ટાવર જેવા ઉચા મિનારા જેવું બાંધકામ, ઉપરના ભાગે પક્ષીઓને માળા બાંધવા માટેના મોટા હોલ (કાણા) અને તેની તરત નીચે પક્ષીને ચણ ખાવા માટે મિનારાની ફરતે ગોળ છાજલી. મોટા હોલમાં કબૂતર અને ચકલા માળો બાંધી શકે અને બચ્ચાં મકી શકે એવી વ્યવસ્થા હોય છે.

એક પીલર પર ઉભો કરાતો ચબુતરાની ઠેઠ નીચે ઓટલો બનાવાયો હોય છે જેના પર બેસી ગામના લોકો ટોળટપ્પાં માર્યા કરે છે. અહીં કોઈપણ પ્રકારના પક્ષી આવીને ચણ ચણીને ઉડી જાય છે. આ ચબતરો એ વાતનો સંકેત આપે છે કે પક્ષીઓને ચણવા માટે મત જગ્યા આપવી જોઈએ. મોટાભાગના અખતરા પક્ષીઓના ચણ માટે તેમજ નીચેનો ઓટલો બેસવા માટે બનાવાયો હોય છે.  એક દડીયા ચબૂતરા તરીકે ઓળખાતા સ્ટ્રકચરની ઉપર ચણની જગ્યા તેમજ પાણી માટે નાનું વાસણ પણ મુકી શકાય એવી વ્યવસ્થા હોય છે.

કેટલાક ચબુતરા રૂમ જેટલા મોટા હોય છે તે પથ્થર તેમજ ઈંટોના બનાવેલા હોય છે તેમાં વિવિધ પક્ષીઓ ગોખલામાં બેસીને આરામ કરી શકે એવી વ્યવસ્થા હોય છે.  ગુજરાતી ચબુતરો શબ્દ કબૂતર પરથી આવ્યો છે. કબુતરના ચણ માટે તૈયાર કરેલા સ્ટ્રકચરનું લોકજીભે થયેલું ટ્રાન્સલેશન એટલે ચબુતરો. કૃષિ સાથે સંકળાયેલા અને વેપારી વર્ગના લોકો બતરને નિયમિત ચણ નાખે છે. સામાન્ય રીતે કબૂતર પ્લાંટના બીયા, ઝાડની છાલ વગેરે ખાતા હોય છે. ગામના લોકો નાની કોથળીમાં જુવાર જેવું ચણ લઈ આવે છે અને ચબુતરા પર મુકે છે. કચ્છમાં અખતરા વધ દેખાય છે કેમ કે ત્યાં ચખતરા બનાવતા મિસ્ત્રી, નિષ્ણાંત રસથારો વગેરે રહે છે. ગુજરાતની બહાર શ્રેષ્ઠ અખતરા રાયગઢ, છત્તીસગઢ વગેરે સ્ટેટની બહારના ભાગમાં જોવા મળે છે.

1900ના વર્ષમાં એક રેલવે કોન્ટ્રાકટર અને એક ઉધોગ સાહસિક ધંધો વધ્યો હતો તેમજ કચ્છના એક મિસ્ત્રીએ સ્ટેશન પાસે ચબુતરો બાંધ્યો હતો. આ ઉધોગ સાહસિક એમ માનતા હતા કે પક્ષીઓને ચણ નાખવાથી તેમનો બિઝનેસ વધ્યો હતો. ધીરે ધીરે આ ચબુતરા લેન્ડમાર્ક બની ગયા હતા. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં રાજઘરાના સાથે સંકળાયેલા સ્થાપત્યો તેમજ મંદિરો ખાતે ચબૂતરા ઉભા કરાયા હતા. આવા ચબુતરા માત્ર કબુતરો માટે નહીં પણ તમામ પક્ષીઓ માટે ઉભા કરાતા હતા.

હાલમાં એન્ટીક ચીજો વેચનારની દુકાનોમાં આકર્ષક ચબુતરા વેચવા મુકયા હોય છે. ચબુતરા કેટલાંક જાહેર સ્થળોએ જોવા મળે છે પરંતુ નથી તો તેની કોઈ સફાઈ હોતી કે નથી કોઈ ચણ નાખતું. કબુતરોની અગારથી તે ગંદા રહે છે. ઘણીવાર તેના પર જાહેર ખબરના બોર્ડ કે લાઉડ સ્પીકરો જોવા મળે છે. પક્ષીઓ પણ આવી ગંદી જગ્યાઓથી દૂર રહે છે. ચબુતરા અંગે ઘણી વાતો સાંભળવા મળે છે. રાજસ્થાનના લોકો જણાવે છે કે, પ્રાચીન સમયમાં કબુતરો દ્વારા મેસેજ મોક્લવામાં આવતા હતા. આ કબૂતરો લાંબો પ્રવાસ કરીને થાક ખાવા-ચણ ખાવા ચબુતરા પર બેસતા હોય છે. ગુજરાતમાં તો ચબૂતરોએ ધાર્મિક સંવેદન જોડાયેલો છે.

હિન્દુ અને મુસ્લિમ આ ચબુતરાનું ચણતર ભલે કરતા હોય, પરંતુ જૈનનો તે આત્મા હોય છે. ઘણા સમાજ એવું માને છે કે તેમના પૂર્વજોનો આત્મા પશુ-પક્ષીઓમાં સમાયેલો હોય છે માટે તેમાં પશુ પક્ષીને ખવડાવવું એ પૂર્વજને ખવડાવવા સમાન છે. ગામડામાં ચબૂતરાએ સામાજીક કાર્યક્રમોનુ સ્થળ હોય છે જયાં વિવિધ ઉત્સવો ઉજવાય છે. ચબુતરો એ પરંપરાનું પ્રતિક છે.  મેં મારા ઘરના વરંડામાં કબૂતરોને ચણ નાખવાની જગ્યા રાખી છે સીલીંગમાં વાયર નાખીને તૈયાર માળા બાંધ્યા છે. ડઝનબંધ કબૂતરો અહીં રહે છે.

પરંતુ ચણ ચણવા તો તે તેની ચોકકસ જગ્યા પર જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સમરત મહાજન નામની એનજીઓએ શહેરના જૂના ચબૂતરાનો સર્વે કરાવ્યો હતો. તેમણે અમદાવાદમાં 126 ચબૂતરાની યાદી બનાવી હતી. કેટલાક ચબૂતરા એવા વિસ્તારમાં છે જેમની પાસે ચબુતરા મેન્ટેન કરવાની આર્થિક ક્ષમતા નથી. જયારે કેટલાક ચબૂતરા માવજત શહેરની દાનવીરી કંપનીઓ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.