Abtak Media Google News

Table of Contents

કાલ સાંજના 4 થી 5 સુધી અને ગુરૂવારે બપોરના 12:30 થી કાર્યક્રમ સંપન્ન થાય ત્યાં સુધી વાહન વ્યવહારની અવર જવર પર પ્રતિબંધ તેમજ પાર્કિંગ વ્યવસ્થા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામું પ્રસિધ્ધ

રાજકોટમાં નો-ડ્રોન ફલાય ઝોન જાહેર કરાયો

વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષીને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી આગામી તા. 25 થી તા. 27 સુધી રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં નો-ડ્રોન ફલાય ઝોન જાહેર કર્યો છે. આ જાહેરનામા અંતર્ગત શહેરના કોઈપણવિસ્તારમાં ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાર્વડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફટ, હેન્ગ ગ્લાઇડર, પેરામોટર, હોટ એર બલૂન અને પેરા જમ્પીંગ ચલાવી શકાશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.

હીરાસર એરપોર્ટ અને કેકેવી ચોકના ઓવરબ્રીજના લોકાપર્ણ સહિતના વિકાસ કામ અર્થે રાજકોટ આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા જાળવવાની સાથે શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. વડાપ્રધાનના રુટ અને આજુબાજુના માર્ગો પર તમામ પ્રકારના વાહનની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ સભા સ્થળે આવતા વાહનો માટેના પાર્કીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ેસપીજી કમાન્ડો હીરાસર એરપોર્ટ, રાજકોટ એરપોર્ટ, રોડ શોના રુટ અને સભા સ્થળનો કબ્જો સંભાળી લેશે આવતીકાલે સાંજે 4 થી 5 વાગ્યા સુધી પોલીસ બંદોબસ્તનું રિહર્સલ કરવાનું હોવાથી રોડ શો અને સભા સ્થળને જોડતા માર્ગો બંધ કરવામાં આવનાર છે.

વડાપ્રધાન આગામી તા.27ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોવાથી છેલ્લા ઘણા સમયથી પોલીસ અને વહિવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. એરપોર્ટ પરથી વડાપ્રધાનનો કાફલો જે રસ્તાઓ ઉપરથી પસાર થશે ત્યાં તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કીંગ જાહેર કરવામાં આવ્યું છે.

આ અંગે આજે પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડયું હતું, જેમાં જણાવાયું છે કે એરપોર્ટથી એરપોર્ટ ફાટક, જૂની એનસીસી ચોક, પોલીસ હેડ કવાર્ટર સર્કલથી બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક, જૂની એનસીસી ચોક, રેસકોર્સ રીંગ રોડ ઉપર અને કોટેચા ચોકથી મહિલા અન્ડરબ્રીજ, વિરાણી ચોકથી મહિલા અન્ડરબ્રીજ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કીંગ રહેશે.

ગીત ગુર્જરી શેરી તરફથી એરપોર્ટ સર્કલ, રેસકોર્સ તરફ જવા, આમ્રપાલી અન્ડરબ્રીજથી જૂની એનસીસી ચોક, પોલીસ હેડ કર્વાટર સર્કલથી જૂની એનસીસી ચોક, રૂરલ એસપીના બંગલાથી રેસકોર્સ રીંગ રોડ તરફ,બહુમાળીથી રસકોર્સ રીંગ રોડ તરફ, ચાણક્ય બિલ્ડીંગથી બહુમાળી ચોક, સરકીટ હાઉસ આઉટ ગેટ આકાશવાણી રોડથી ગેલેક્ષી બિલ્ડીંગ, પારસી અગિયારી ચોકથી જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, યાજ્ઞિક રોડથી જિલ્લા પંચાયત તરફ, હરીભાઈ હોલથી વિરાણી ચોક તરફ, ગોડાઉન ચોકથી મહિલા અન્ડરબ્રીજ સુધી, કોટેચા ચોક, સ્વામિનારાયણ મંદિરથી મહિલા અન્ડરબ્રિજ અને કિશાનપરા ચોક, આમ્રપાલી અન્ડરબ્રિજ અને કિશાનપરા ચોક ઉપરાંત ટ્રાફીક બ્રાંચની ઓફિસથી પોલીસ હેડ કર્વાટર તરફ જતા રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.

આ રસ્તાઓ તા.26ના સાંજે 4 થી 5 અને તા.27ના બપોરે 12-30 વાગ્યા પછી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.જેની સામે ગીત ગુર્જરી મેઈન રોડથી આરાધના સોસાયટી મેઈન રોડથી રેલવે ટ્રેક અને રૈયા રોડ, કોટેચા ચોક તરફ જઈ શકાશે. ચાણકય બિલ્ડીંગ ચોકથી તમામ પ્રકારના વાહનો શ્રોફ રોડ થઈ જામનગર રોડ તરફ જઈ શકશે. સરકીટ હાઉસ આઉટ ગેટ, આકાશવાણી રોડથી તમામ પ્રકારના વાહનો ચાણકય બિલ્ડીંગ ચોકથી શ્રોફરોડ થઈ જામનગર રોડ જઈ શકશે. પારસી અગિયારી ચોકથી જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો ચાણકય બિલ્ડીંગ ચોકથી શ્રોફરોડ થઈ ટ્રાફિક શાખાની ઓફિસ થઈ જામનગર રોડ તરફ જઈ શકશે.

કોટેચા ચોક, સ્વામિનારાયણ મંદિરથી મહિલા અન્ડરબ્રિજ, ટાગોર રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો અમીન માર્ગ અને લક્ષ્મીનગરના બ્રિજથી જઈ શકશે. આમ્રપાલી અન્ડરબ્રિજ અને કિશાનપરા ચોક જવા માટે તમામ વાહનો હનુમાન મઢી ચોક, નિર્મળા રોડ, કોટેચા ચોકથી અમીન માર્ગ અને લક્ષ્મીનગર બ્રિજથી જઈ શકશે.આ ઉપરાંત જાહેરનામામાં એસ.ટી. બસ, વીવીઆઈપી, ટુ વ્હીલર, ફોર વ્હીલર, સરકારી વાહનો માટેના પાર્કિંગ સ્થળો પર જાહેર કરવામાં આવ્યા છે.

એસ.ટી. બસ માટે પાર્કિંગ:

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સભામાં મોટી સંખ્યા ઉપસ્થિત રહેશે સભામા આવતી બસનું પાર્કીગ વિરાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, ધમેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, જામનગર પરના સ્પેશ્યલ હોમ ફોર બોયઝ ગ્રાઉન્ડ, મોરબી હાઉસ સિંધોઇ પાર્ટી પ્લોટ અને શાસ્ત્રી મેદાનમાં કરવાનું રહેશે તેમ જાહેરનામામાં જણાવ્યું છે.

વીવીઆઇપીના વાહનો માટેના પાર્કિંગ વ્યવસ્થા

રેસકોર્ષ સભામાં આવતા વીવીઆઇપીના વાહનોને માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે  ચબુતરા વાળુ ગ્રાઉન્ડ, બહુમાળી ભવન પાર્કીંગ, રેસકોર્ષ રીંગ  ઇન્ડોર સ્ટેડીયમ, ફનવર્લ્ડ સામે સર ગોસલીયા માર્ગવાળી શેરી, રુરલ એસપીના બંગલાવાળી શેરી,  મેમણ બોર્ડીગ, સર્કીટ હાઉસ પાસે એસબીઆઇ ગ્રાઉન્ડ, આયકર વાટીક   પાછળ,  બાલભવન અંદર જોકરવાળુ ગ્રાઉન્ડ, રાજકુમાર કોલેજ ગ્રાન્ડ, યુરોપીયન જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાર્કીગ કરવાના રહેશે.

જનરલ પાર્કિંગ કયા કરી શકાશે:

સભામાં આવતી જનરલ વ્યક્તિઓના ફોર વ્હીલ અને ટુ વ્હીલ માટે આરાધના સોસાયટી થી ગીત ગુર્જરી સોસાયટીના બગીચા સુધી એક સાઇડમાં, ગીત ગુર્જરી સોસાયટીના બગીચા સામે પ્રાઇવેટ પ્લોટમાં, એરપોર્ટ ફાટક થી આમ્રપાલી ફાટક સુધીના માર્ગ પર, કિશાનપરા ચોકમાં કેપીટલ હોટલ પાછળના ગ્રાઉન્ડ, જુની કેન્સર હોસ્પિટલનું ગ્રાઉન્ડ, શારદા બાગ પાસેનું ગ્રાઉન્ડ, ચાણકય બિલ્ડીંગ પાસે નગર રચના અધિકારીની કચેરીનું ગ્રાઉન્ડ, અને નવી કલેકટર કચેરી સામેનના ગ્રાઉન્ડમાં પાર્કીંગ કરી શકાશે

પોલીસ અને સરકારી વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા

વીવીઆઇપીના બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફ માટે એરપોર્ટ અંદર ફાયર સ્ટેશન પાસેના ગ્રાઉન્ડ, હોમગાર્ડ ઓફિસસર કોલોની બહુમાળી સામે  અને પોલીસ હેડ કવાર્ટરમાં મસ્જીદ પાસે વાહન પાર્કીંગ કરવાનું જાહેરનામામાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.