Abtak Media Google News

ચૂંટણી હોય કે વિશ્વાસનો મત

2002માં વિધાનસભાની પેટા ચૂંટણી રાજકોટ-ર બેઠક પરથી લડી પોતાની રાજકીય કારર્કિદીનો આરંભ કરનાર નરેન્દ્રભાઇએ બે દાયકામાં પાછુ વળી જોયું જ નથી

2024ની વાત છોડો 2029માં પણ મોદીના વિજય રથને રોકી શકે તેવી શકયતા હાલ દુર-દુર સુધી દેખાતી નથી

વિકાસ પુરૂષ, વૈશ્ર્વિક લીડર, ગરીબોના બેલી જેવા અનેક વિશેષણોથી નરેન્દ્રભાઇ મોદીને સંબોધવામાં આવે છે. તેઓનું સૌથી મોટું જમા પાસુ એ છે તેઓની ડિકશનરીમાં પરાજય જેવો શબ્દ જ નથી. વિશ્વાસનો મત જીતવાનો હોય કે ચુંટણી તેઓ કયારેય પરાજીત થયા નથી. તેઓની રાજકીય કારર્કિદી એક ચક્રવર્તી દિગ્વીજય રાજાની માફક આગળ વધી રહ્યા છે. 2024 થી વાત છોડી 2029માં પણ નરેન્દ્રભાઇના વિજય રથને કોઇ રોકી શકે હાલ તેવું દુર દુર સુધી દેખાતું નથી.

કેશુભાઇ પટેલનું સ્વાસ્થ્ય બગડતા અને ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણી ઉપરાંત સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ભાજપે પરાજયનો સામનો કરવો પડયો હતો. જેના કારણે 2001માં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લેવામાં આવ્યો. ગુજરાતની ગાદી એવી વ્યકિતને સોંપવામાં આવી જે વ્યકિત પોતાના જીવનમાં એક પણ ચુંટણી લડયા ન હતા. માત્રને માત્ર સંગઠનનું જ કામ કર્યુ હતું. 7 ઓકટોબર 2001 ના દિવસ ગુજરાત અને ભારતની રાજનીતીમાં એક સુવર્ણ સુર્યોદય થયો. નરેન્દ્રભાઇ મોદીએ આ દિવસ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેઓ પોતાના જીવનની પ્રથમ ચુંટણી રાજકોટ વિધાનસભા-બે બેઠક પરથી લડયા.

વજુભાઇ વાળાએ નરેન્દ્રભાઇ મોદી માટે બેઠક ખાલી કરી. તેઓ ર4 ફેબ્રુઆરી 2002 ના રોજ કોંગ્રેસના અશ્ર્વિનભાઇ મહેતાને 14728 મતોથી હરાવી પ્રથમવાર ધારાસભ્ય બન્યા. તેઓનો પ્રથમ કાર્યક્રમ ખુબ જ ટૂંકો રહ્યો. 2002 ની ગુજરાત વિધાનસભાની ચુંટણી અમદાવાદની મણીનગર બેઠક પરથી લડયા કોંગ્રેસના યતિન ઓઝાને 38256 મતોથી હરાવી બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ર3 ડિસેમ્બર 2007 થી તેઓનો ત્રીજો કાર્યક્રમ શરુ થયો તેઓએ આ ચુંંટણીમાં કોંગ્રેસના કદાવર નેતા દિનશા પટેલને પરાજય આપ્યો હતો. આ કાર્યક્રમ ર0 ડિસેમ્બર 2012 સુધી રહ્યો.

2012માં ફરી તેઓથી મણીનગર વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડયા અને કોંગ્રેસના ઉમેદવાર શ્ર્વેતા ભટ્ટને 34097 મતોથી હરાવી ચોથી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 2014નું વર્ષ નરેન્દ્રભાઇ મોદીના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. ભાજપે તેઓની લોક પ્રિયતાને ઘ્યાનમાં રાખી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા  લોકસભાની ચુંટણીમાં ભાજપને એકલા હાથે કેન્દ્રમાં સરકાર બનાવી શકે તેવો જનાદેશ મળ્યો. નરેન્દ્રભાઇ બે બેઠકો પરથી લોકસભાની ચુંટણી લડયા અને બન્ને  બેઠકો પરીથી વિજેતા બન્યા. જો કે ત્યારબાદ તેઓએ વડોદરા બેઠક પરથી રાજીનામુ આપ્યું.

26મી મે 2014ના રોજ તેઓએ ભારતના 14માં વડાપ્રધાન તરીકે શપથ લીધા. બ્રિટીશોની ગુલામીમાંથી દેશ આઝાદ થયો બાદ જન્મેલા તેઓ પ્રથમ વડાપ્રધાન હતા. 2019ની લોધસભાની ચુંટણીમાં ફરી દેશવાસીઓએ નરેન્દ્રભાઇ મોદીને ભારતનું સુકાન સોંપ્યું એટલુ જ નહી 2014 કરતા પણ વધારે બેઠકો પર જીત અપાવી. નરેન્દ્રભાઇ મોદી ચુંટણી હોય કે વિશ્વાસનો મત કયારેય પરાજીત થયા નથી ભારતની રાજનીતિમાં તેઓ એક માત્ર એવા નેતા છે કે જે સતત બે દાયકાથી અપરાજીત હોય. ચક્રવર્તી રાજાની માફક તેઓ એક બાદ એક જંગ જીતી રહ્યા છે. 2024માં યોજાનારી લોકસભાની ચુંટણીમાં પણ મોદીના વિજય રથને રોકી શકે તેવા લડવૈયા સામા પક્ષે છે જ નહી. જે રીતે તેઓ એક વૈશ્ર્વિક લીડર તરીકે ઉભરી રહ્યા છે તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપ 400 થી વધુ બેઠકો જીતી ફરી કેન્દ્રમાં સરકાર બનાવશે અને નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત દેશનું સુકાન સંભાળશે.

ગુજરાતના મુખ્યમંત્રી પદે સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ સર્જનાર નરેન્દ્રભાઇ હવે ભારતના વડાપ્રધાન પદે પણ સૌથી વધુ સમય રહેવાના રેકોર્ડ બનાવે તેવા સુખદ સંજોગો મળી રહ્યા છે. 2024ની વાત છોડો વર્ષ-2029માં યોજાનારી લોકસભાની ચુંટણીમાં પણ નરેન્દ્રભાઇ મોદીના વિજય રથને રોકવો હરિફો માટે અશકય જેવો જ બની રહેશે. તેઓ ભારતના અર્થતંત્રને વધુને વધુ મજબુત બનાવવા તથા આંતકવાદના સંપૂર્ણ સફાયા  સાથેના ઘ્યેય સાથે આગળ વધી રહ્યા છે. જેના કારણે અપરાજીત એવા ચક્રવર્તી રાજા  નરેન્દ્રભાઇ એક બાદ એક વિજય મેળવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.