Abtak Media Google News

સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફક્ત બહેનો માટે

કોટક સ્કૂલ મોટી ટાંકી ચોક સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફક્ત બહેનો માટે સમર કલાસીસનું મેયર   પ્રદીપભાઈ ડવનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરીને  તા.8 ના  ઉદઘાટન કરવામાં આવેલ  હતુ.

Advertisement

સરગમ ક્લબ છેલ્લા 22 વર્ષથી સમાજની બહેનો આગળ આવે અને પોતે આત્મ નિર્ભર બને અને સરગમ ક્લબ હમેશા વિવિધ ક્ષેત્રોની અંદર બહેનો માટે કાર્ય કરતી આવે છે.

નવીનભાઈ ઠક્કર ( રાજકોટ કેળવણી મંડળ ) , ચંદ્રકાંતભાઈ શેઠ ( મહાવીર સેવા ટ્રસ્ટ ) , કાશ્મીરાબેન નથવાણી ( લોહાણા સમાજના અગ્રણી ) , આ બધા મહાનુભાવોએ સરગમની વિવિધ ક્ષેત્રમાં રાજકોટમાં 51 જેટલી સેવાકીય પ્રવૃત્તિ કરીને સમગ્ર ગુજરાતમાં સરગમ ક્લબે નામના મેળવી છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે મેયર પ્રદીપભાઈ ડવ હરીશભાઈ લાખાણી , નાથાભાઈ કાલરીયા , ચંદ્રકાંતભાઈ શેઠ , નવીનભાઈ ઠક્કર , યુસુફભાઈ માકડા ( જોહર કાર્ડ્સ ) , કાશ્મીરાબેન નથવાણી , જ્યોતિબેન ટીલવા , લતાબેન તન્ના , જયશ્રીબેન સેજપાલ , ચંદ્રિકાબેન ધામેલીયા , વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા .

આ કાર્યક્રમની   રાજબેંક , રાધિકા જવેલર્સ , બાન લેબ્સ કંપની , જોહર કાર્ડ્સ , મહાવીર સેવા ટ્રસ્ટનો સહયોગ મળેલ  હતો.

કાર્યક્રમનું સંચાલન અલ્કાબેન ધામેલીયાએ કરેલ હતું કાર્યક્રમ સુધાબેન ભાયા, જયશ્રીબેન વ્યાસ, વૈશાલીબેન શાહ, જયશ્રીબેન મહેતા,  તેમજ લેડીઝ કલબના કમિટી મેમ્બરએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.