Abtak Media Google News

૩૭ વર્ષ પૂર્વે લેણુ ભરવામાં નિષ્ફળ રહેલા આસામીનાં વારસદારે હરાજીમાં વેચાયેલ જમીન ઉપર ફરી કબજો જમાવવા વડિલ પાસે ઈચ્છા મૃત્યુની અરજી અપાવી તંત્રને દબાવવાનો પ્રયાસ કર્યો

સણોસરામાં ખેતીની જમીનમાં બખેડા કરીને તંત્રને ખીસ્સામાં રાખવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું છે જેમાં એક આસામી ૩૭ વર્ષ પૂર્વે લેણુ ભરવામાં નિષ્ફળ જતા તેઓની મિલકત જપ્ત થઈ હતી બાદમાં જે આસામીએ આ મિલકત ખરીદી તેને કબજો સોંપવામાં ધમપછાડા થયા હતા અંતે તેઓને કબજો મળી ગયા બાદ પણ આ ધમપછાડા ચાલુ રાખીને એક વડિલ પાસે ઈચ્છા મૃત્યુની અરજી કરાવી તંત્રને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ રામનાથપરાનાં વૃદ્ધા અમીનાબેન આમદભાઈ ભુવરે જિલ્લા કલેકટર સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ કરી હતી. તેઓએ એવા આક્ષેપ કર્યા હતા કે, સણોસરા ખાતેની તેઓની જમીન ઉપર રહીમ સોરા સહિતનાએ કબજો જમાવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. સમગ્ર મામલે રહીમભાઈ સોરાએ જણાવ્યું કે, આ કાવતરું ખોટી રીતે જમીનમાં બખેડા ઉભા કરી અને તંત્રને દબાવવા માટે રચવામાં આવ્યું છે. સૌપ્રથમ તો ૧૯૮૩માં આ જમીન ઉપર નાગરીક બેંકમાંથી લોન લેવામાં આવી હતી. બાદમાં લોનનો હપ્તો ભરવામાં નિષ્ફળ જતા ફરિયાદી એવા આસામીની મિલકત જપ્તી કરવામાં આવી હતી અને નાગરીક બેંકે આ જમીનની મિલકતની ત્રણ-ત્રણ વખત હરાજી કરી હતી પરંતુ પુરતા ભાવ ન મળતા આ લોનમાં જામીન પર રહેલા લોકોને જમીન વહેંચી હતી જેમાં હું પણ જામીન હતો. અમે કાયદેસર રીતે આ મિલકતની ખરીદી કરી તેના હપ્તા પણ ચુકવ્યા છે.

૧૯૯૬માં જયારે અમે આ જમીનનો કબજો લેવા ગયા હતા ત્યારે મામલો વિફર્યો હતો અને મારામારી સુધી વાત પહોંચી હતી ત્યારબાદ મામલતદાર ઓફિસે પણ માથાકૂટ થઈ હતી. વધુમાં ૧૯૯૬માં સામેવાળા આસામી મામલતદાર સમક્ષ કેસને લઈ ગયા હતા જેમાં અમારો પક્ષ ગેરહાજર રહ્યો હોય મામલતદારે સામેનાં ફરિયાદી પક્ષની તરફેણમાં ચુકી આપી દીધો હતો ત્યારબાદ અમે પ્રાંત અધિકારી પાસે અપીલમાં ગયા હતા જયાં અમારી તરફેણમાં ચુકાદો આવ્યો હતો બાદમાં સામેવાળા કલેકટરમાં તેમજ રેવન્યુ સચિવમાં પણ જઈ આવ્યા પરંતુ તમામ ચુકાદાઓ અમારી તરફેણમાં જ આવ્યા હતા. સામેવાળા આસામીઓએ ફરી જમીનનો કબજો મેળવવા ધમપછાડા શ‚ કરીને મામલતદારથી લઈને કલેકટર સુધી અપીલ દાખલ કરી પરંતુ તમામ જગ્યાએ અમારી તરફેણમાં જ હુકમો આવ્યા છે. બાદમાં હાઈકોર્ટમાં પણ તેઓ ગયા હતા જયાં હાઈકોર્ટે પણ અમને સાચા ઠેરવીને અમારી તરફેણમાં ચુકાદો આપ્યો હતો. બાદમાં સામેવાળાએ ખોટી પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી જેને પગલે મારી ધરપકડ પણ થઈ હતી. હજુ આ જમીન ઉપર તેઓ કબજો જમાવવા માટે ખોટા કારસ્તાન ઘડી રહ્યા છે. તેઓએ એક વડિલને તૈયાર કરીને કલેકટરને ઈચ્છામૃત્યુની અરજી અપાવી છે. આમ ખોટી રીતે જમીન પડાવવા માટે તંત્રને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.