Abtak Media Google News

ગત એક માસથી શરૂ થયેલી આ યોજના  અંગે લોકોમાં જોવા મળ્યો જાગૃતિનો અભાવ : રાજકોટ જિલ્લામાં માત્ર 68 હજાર જ નોંધણી થઈ

ખૂબ જ સરળ પદ્ધતિ સાથે લોકો ઇ-શ્રમ કાર્ડ કઢાવી શકે છે, આકસ્મિક મૃત્યુ થતા બે લાખ રૂપિયાની મળશે સહાય: રાષ્ટ્રીય સ્તરે અસંગઠિત કામદારો નો ડેટાબેઝ થશે એકત્રિત

સરકાર દ્વારા લોકોના હિત માટે અનેક વિકાસ લક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત સરકારે ઇ-શ્રમ યોજના અમલી બનાવી છે જેનાથી રાષ્ટ્રીય સ્તરે અસંગઠિત કામદારો નું રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવામાં આવશે બીજી તરફ આ યોજના ગત એક માસથી અમલી બનાવવામાં આવી છે છતાં પણ જે જાગૃતતા હોવી જોઈએ તેના અભાવે સમગ્ર રાજકોટ જિલ્લામાંથી 68 હજાર જ નોંધણી થઈ શકી છે.

આ તકે સરકાર વધુને વધુ યોજના અર્થે જાગૃતતા કેળવવા માં આવે તે હેતુસર અનેકવિધ કેમ્પો નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને વિવિધ સરકારી ભાગોને પણ આ કાર્યમાં જોડવામાં આવ્યા છે. સરકારની આ યોજના વિનામૂલ્યે હોવાથી વધુને વધુ કામદારોને આનો લાભ મળતો હોઈ છે.

કાર્ડ મેળવવા માટેની પાત્રતા :

  • ઉમર 16 વર્ષથી લઈ 60 વર્ષ સુધીની હોવી જોઈએ
  • શ્રમિકો આવકવેરા ચૂકવતા ન હોવા જોઈએ
  • શ્રમિકો પીએફ અથવા ઈએસઆઈસી હેઠળ આવતા ન હોવા જોઈએ

ઇ-શ્રમ કાર્ડથી મળવાપાત્ર લાભ

  • ઇ-શ્રમ કાર્ડ સમગ્ર ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે
  • કાર્ડ ધારક નું અકસ્માતથી મૃત્યુ થાય તો બે લાખ રૂપિયાની મળશે સહાય
  • આંશિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે એક લાખ રૂપિયા મળશે
  • માં મારી ના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મળવા સરળતા રહેશે

કોણ કાર્ડ કઢાવી શકે ?

ખેત શ્રમિકોની સાથોસાથ પશુપાલન, આરોગ્ય સેવા,  આશાવર્કર આંગણવાડી વર્કર , નાના ઉદ્યોગકારો ,ઘરેલું કામ કરતા લોકો, બાંધકામ કામદારો, ફેરિયાઓ,  લારી-ગલ્લા સહિતના તમામ અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આ કાર્ડ કઢાવી શકે છે.

કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો

કાર્ડ કઢાવવા ઇચ્છતા લોકોએ તેમની સાથે આધારકાર્ડ અને લિંક થયેલો મોબાઈલ નંબર સાથે રાખવાનો રહેશે અને બેંકની પાસબુક પર સાથે રાખવી પડશે

કઈ રીતે નોંધણી કરી શકાય

જે લોકો આ કાર્ડ કઢાવવા અથવા તો સરકારની આ સહાયનો લાભ લેતા હોય તેવો નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈ નોંધણી કરાવી શકાશે. અથવા તો www.esharm.gov.inપર જય નોંધણી કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.