• 9 ફેબ્રુઆરીએ મલ્હાર ઠાકર, પૂજા જોશી, મિત્ર ગાઢવી અભિનીત “લગન સ્પેશિયલ” ફિલ્મ સિનેમા ઘરોમાં આવી રહી છે.
  • ફિલ્મ અભિનેત્રી પુજા જોશીએ ફિલ્મ અને તેના કિરદાર વિષે વાત કરતાં કહ્યું કે ફિલમ ખુબજ એન્ટરટેઇનીંગ છે અને ઘારના સૌકોઈ એક સાથે બેસીને ફિલ્મને માણી શકે તેવી છે.

Abtak Special : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વર્તમાન સેમીમાં સોળે કળાએ ખીલી છે. છેલ્લા અમુક વર્ષોમાં અનેક સારી સ્ટોરી લાઇન, દિગ્દર્શન, કલકરો, સંગીત ક્ષેત્રે ખૂબ પ્રગતિ સાથે ગુજરાતી ફિલ્મો આવી રહી છે. જેને દર્શકોએ ખુબ પસંદ કરી છે. ત્યારે 9 ફેબ્રુઆરીએ મલ્હાર ઠાકર, પૂજા જોશી, મિત્ર ગાઢવી અભિનીત “લગન સ્પેશિયલ” ફિલ્મ સિનેમા ઘરોમાં આવી રહી છે. ત્યારે આ સ્ટાર કસ્ટે અબતક મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી.

puja joshi

ફિલ્મ અભિનેત્રી પુજા જોશીએ ફિલ્મ અને તેના કિરદાર વિષે વાત કરતાં કહ્યું કે ફિલમ ખુબજ એન્ટરટેઇનીંગ છે અને ઘારના સૌકોઈ એક સાથે બેસીને ફિલ્મને માણી શકે તેવી છે. ફિલ્મમાં તેના રોલ વિષે પોતાના વિચારો શેર કર્યા , જેમાં તેનું કિરદાર પરિખ પરિવારની દીકરી સુમન વિષે જણાવ્યુ હતું. જે એક જોરદાર અને હજાર જવાબી છોકરી છે.

શેખર અને સુમનના લગનમાં શેખરની વાત કરીએ તો તેનું કિરદાર મલ્હાર ઠાકોરે ભજવ્યું છે. જે પોતાના લગન માટે ખુબજ ઉત્સુક છે. લગ્ન અટેન કરવા આવેલા મહેમાનોને કોઈ જ તકલીફ ના રહે એની વિશેષ કાળજી રાખી છે.

malhar thakar

પોતાના કિરદાર વિષે મલ્હાર કહે છે કે તેને લગ્ન માટે ખૂબ ઉત્સુકતા છે જ્યારે ફિલ્મમાં ટ્વીસ્ટ આવે છે અને એને લગન માટે પરિવારને ચેલેન્જ આપવી પડે છે હવે તમે આ લગન કરવી જુઓ તો માનું… આ ઉપરાંત મલહારે ગુજરાતી સિનેમા અને તેની પ્રગતિ વિષે પણ વાત કરી હતી. જે રીતે દર્શકોનો ગુજરાતી ફિલ્મ પ્રત્યે પેર્મ વધતો જોવા મળે છે તેમજ ચાલકો ફિલ્મોને જે રીતે આવકારે છે જોઈને આનંદની લાગણીનો અનુભવ થાય છે જે કલાકારોને વધુ એન્કરેજ કરે છે.

mitra ghadhvi

મિત્ર ગઢવી આ ફિલ્મમાં મલ્હારના મિત્રના કિરદારમાં છે. જે રીતે ફિલ્મના ટ્રેલરમાં તેની એન્ટ્રી જોવા મળે છે એ રીતે જ જોઈને ખ્યાલ આવે છે કે કેટલો ગજબ કિરદાર હશે. બસ એ વીશે મિત્ર ગઢવી પોતાની વાર કહેતા કહ્યું કે, મારો રોલ આ ફિલ્મમાં પણ ટ્વીસ્ટ લાવવા વાળો રહ્યો છે. જ્યથી ફિલ્મની વર્તનો એક નવો જ વણાંક જોવા મળે છે. મારી એક પ્રેમભરી ગિફ્ટ મારા મિત્રના લગન માટે કેટલી ભારે પડી એ પછીથી સમજાય છે.

દર્શકોને “લગન સ્પેશિયલ” ફિલ્મ જોવી ખુબજ ગમશે અને ફુલ ફેમિલી ડ્રામા સાથે આવી રહી આ જોરદાર સ્ટાર કાસ્ટ સાથે તો જોવાનું ચૂંકશો નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.