Abtak Media Google News

આઈ એમ ન્યુ ગુજરાતી: લોકોભ્યોગ ડિજિટલ માધ્યમ ટુંક સમયમાં જ આવી રહ્યું છે

આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ આવતીકાલની જરૂરીયાત બની રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધી રહ્યો છે. અબતક પહેલા દિવસથી પોઝીટીવ ન્યુઝ, ઈન્ફોમેટીવ ન્યુઝ લોકો સમક્ષ લાવે છે ત્યારે હવે ‘આઈ એમ ન્યુ ગુજરાતી’ ડિજિટલનું પર્યાય બનવા જઈ રહ્યું છે. જેમાં કોઈપણ સ્થળની ઘટના તરત જ જોઈ શકાશે. લોકોભ્યોગી આ ડિજિટલ માધ્યમથી ગુજરાતી સાહિત્ય સમાચારથી લઈને મનોરંજન સુધીનો રસથાળ એક જ સ્થળે માણી શકાશે.

નગરપાલિકાથી લઈને મહાનગરપાલિકા સુધી જનતાનો અવાજ સરકાર સુધી પહોંચશે. લોક ફરિયાદ અને સમસ્યાઓની વાતો વચ્ચે ‘અબતક’ ફકત ચર્ચા નહીં પણ નિવારણ લઈને આવી રહ્યું છે. ‘આઈ એમ ન્યુ ગુજરાતી’ના પ્લેટફોર્મથી લોકોની સમસ્યાઓ કોર્પોરેટરો અથવા કાર્યકરો સુધી તુરંત પહોંચી શકશે.

એવામાં લોક સાહિત્યના ચાહકો માટે માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી જેવા કલાકારોની મોજ તો મોર્ડન યુગના યુવાનો માટે સુપરહિત કોમેડી પણ છે.  ડિજિટલ યુગની વૃદ્ધિ સાથે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ લોકોભ્યોગી બનશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, આંકડાકીય માહિતી અને કૃત્રિમ હોશિયરી સહિતના ડેટા માનવ જીવન માટે ખુબ જ મહત્વનો રોલ ભજવશે. આપણે એવા વિશ્વમાં રહ્યા છીએ જયાં જ્ઞાન, માહિતી અને સકારાત્મકતાની ખુબ જ આવશ્યકતા છે.

વિશ્વમાં ટેકનોલોજી સફળતાની સિદ્ધિઓ સર કરી રહી છે. ત્યારે માહિતી અને માધ્યમ લોકોની આવશ્યકતા બની રહ્યું છે. લોકો કમ્પ્યુટર, રોબોટીકસ અને કમ્યુનીકેશનને અપનાવી રહ્યા છે. ભારતમાં ૬૫ ટકા જનસંખ્યા ૩૫ થી નીચેની ઉમ્ર ધરાવતા લોકોની છે ત્યારે ડિજિટલ યુગમાં ‘આઈ એમ ન્યુ ગુજરાતી’ આવતીકાલનું લોકોભ્યોગી માધ્યમ ટુંક સમયમાં જ રજુ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.