Abtak Media Google News

કોરોનાનાં કપરાં કાળમાં ઉદ્યોગ-રોજગાર બંધ હતા. તેવામાં સ્કૂલો પણ બંધ છે. જેને કારણે ફી ભરવા મામલે વાલીઓએ પણ વિરોધ કર્યો હતો. જે બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું છે કે, સ્કૂલ સંચાલકો 3 મહિના સુધી ફી ભરવા મામલે દબાણ નહીં કરી શકે.

Advertisement

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, ચાલુ વર્ષની ફીમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવશે નહીં. 15 ઓગસ્ટ સુધી રાજ્યની શાળાઓ બંધ રહેશે.

ત્રિમાસિક ફી ભરવા માટે સ્કૂલ સંચાલકો દબાણ કરી શકશે નહીં. ત્રિમાસિકને બદલે માસિક ફી ભરી શકાશે. કોરોના કાળમાં ફી લેવા માટે દબાણ કરાશે તો ચલાવી નહીં લેવાય અને શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.

  1. જો કોઈ ફરિયાદ કરશે તો તેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
  2. આ ઉપરાંત વાલીઓ માસિક હપ્તાથી ફી ભરી શકશે.
  3. સ્ટેશનરી અને ટ્રાન્સપોર્ટેશન સહિનાં ચાર્જ માગશે તો કાર્યવાહી કરવામાં આવશે.
  4. સપ્ટેમ્બર મહિનાની ફી ભરશો તો ચાલશે.
  5. યુનિફોર્મ અને પુસ્તકો માટે પણ પૈસા નહીં લઈ શકે.
  6. ખાનગી શાળાઓ પર નજર રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.