Abtak Media Google News

આજે, હું બસ મારા મિત્રો સાથે રમીશ મારે કઈ ભણવું નથી. મને તમે રમી લેવા દયો પછી જ હું મારું કે તમારું કામ પૂર્ણ કરીશ. આવી લપ બાળકો પોતાના માતા-પિતા સાથે કરતાં હોય છે. ત્યારે તેને મનાવા અને કોઈપણ કામ પૂરું કરાવાની મગજમારી તેની સાથે થતી હોય છે.

બાળક તો પોતાની મન-ગમતી પ્રવૃતિ રમવા સિવાય બીજા કોઈ વસ્તુની પરવાહ કરતા નથી. ત્યારે તેની પાસે કોઈપણ કામ કે પછી તેનું ગૃહકાર્ય પૂર્ણ કરાવું તે એક પડકાર સમાન માતા-પિતા માટે હોય છે.

સૌ પ્રથમ તેને ભણાવા કઈ રીતે ?

આ સવાલ તે દરેક માતા-પિતાના મનમાં હોય છે. સ્કૂલે તો તે ભણી લેતા હોય છે,પણ ઘરે આવીને એકદમ રમતે ચડી જતાં હોય છે. તો આ સવાલને દૂર કરવા પોતાની મન ગમતી વસ્તુ કરવા દો. ત્યારબાદ તેને સમજાવો કે તારે આ રીતે ભણવું પડશે. તો તને હું આટલા સમય માટે રમવા દઇશ. આવી રીતે તેને સમજાવાથી તે તરત કામ કરવા માંડશે.

તેને ભણવાનો મૂડ હોય ત્યારે બેસાડો

બાળક તે રમુજ સાથે ફટાફટ ભણવા માંડે છે. તે જ્યારે સામેથી કહે કે હવે મારે ગૃહકાર્ય કરવું છે તો તેને જાતે કરવા દયો. તમે તેની સાથે બેસો પણ તેને પોતાની રીતે કામ કરવા દો. આવું કરવાથી તે પોતાનું કામ વ્યવસ્થિત કરી પણ લેશે.

તેને ટોકો નહીં

બાળકને કોઈ ટોકે તો તેને કારણે તેને ગમતું નથી. ત્યારે માતા-પિતાએ તેને સમજી તેની પાસેથી કામ લેવું જોઈએ. એવું કરવાથી બાળક પોતે પોતાની રીતે કામ કરશે અને પોતાના રસ્તા શોધી કામ પૂર્ણ કરી લેશે.

તેને ઉદાહરણો આપો

તેની કામ કરવાની પદ્ધતિ પ્રમાણે તેને ઉદાહરણ સાથે અભ્યાસ કરવો તેનાથી તે પોતે કામ પૂર્ણ કરી ફરી પાછા પોતાની પ્રવૃતિમાં જોડાય શકશે. તેનથી તે પોતાને સોપેલું કામ તરત પૂર્ણ કરી નાખશે.

તો આ રીતે બાળકને અભ્યાસ કરાવાથી તેનું ધ્યાન તે અભ્યાસ તેમજ કામમાં સંપૂર્ણપણે રહેશે અને તે પોતાની રમતોમાં પણ ફરી પાછા જોડાય શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.