Abtak Media Google News

રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણ નિદર્શન સાથે ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો યોજાશે

સમગ્ર ભારત સહિત વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં મંગળવારની મઘ્યરાત્રિ બાદ પરોઢ સુધી તા. ૧૬/૧૭ જુલાઇને ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અદભુત નજારો બનવાનો છે. સમગ્ર ભારતમાં ગ્રહણ આશરે ૪ કલાક સુધી આહલાદક, અદભુત આકાશમાં જોઇ શકાશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ સંશોધનો માટે પોતાની નિયત જગ્યા-સ્થળની પસંદગી કરી લીધી છે. અધતન ઉપકરણથી ગ્રહણની રજેરજની માહીતી ટીવી ઉપર લોકો જોઇ શકવાના છે. ગ્રહણ માત્ર ને માત્ર ભૂમિતિની રમત, પરિભ્રમણ, ખગોળીયા ધટના છે. તેને માનવજીનની દૈનિક ક્રિયા ભૌગોલીક, રાજકીય કે અન્ય કોઇપણ પ્રકારે અસરો જોવા મળતી નથી તે વિજ્ઞાન સિઘ્ધ છે. છતાં ભારતમાં સદીઓથી લેભાગુઓ અમુક જયોતિષીઓ ગ્રહણની અસરો બતાવી લોકોને ગુમરાહ કરી અવળે માર્ગે વાળે છે. તેનો જાથા સદૈવ વિરોધ કરે છે. રાજયમાં ગ્રહણ નિદર્શન સાથે ગેરમાન્યતાનું ખંડન કાર્યક્રમો ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ આયોજન કર્યુ છે. ગામે ગામ ગ્રહણ સમયે ચા-નાસ્તો કરી વૈધાદિ નિયમો કળકથનોનો ઉલાળીયા કરી નકારાત્મક આગાહીઓની હોળી કરવામાં આવશે. ચંદ્રગહણનો નજારો નિહાળવા લોકોને જાથાએ અપીલ કરી છે.

જાથાના ચેરમેને જણાવ્યું હતું કે સવંત ૨૦૭૫ અષાઢ સુદ પુનમ ને મંગળવાર મઘ્યરાત્રિ બાદ ઉતરાષાઢા નક્ષત્ર અને ધનુ તથા મકર રાશિમાં થનારું ખંઢગ્રાસ  ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા એશિયા ઓસ્ટ્રેલીયા, દક્ષિણ ભાગ ન્યુઝીલેન્ડ હિન્દ મહાસાગર પેરિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગરમાં દેખાશે.

ભારતીય સમય મુજબ ભુમંડલે ગ્રહણ સ્પર્શ મંગળવાર મઘ્યરાત્રિ બાદ તા. ૧૭મી જુલાઇએ ૧ કલાકે ૩૧ મીનીટ ૪૯ સેકંડ ગ્રહણ મઘ્ય ૩ કલાક ૦૧ મીનીટ ગ્રહણ મોક્ષ ૪ કલાક ર૯ મીનીટ, સેક્ધડ ગ્રહણ પર્વ કાળ ર કલાક પ૭ મીનીટ પ૪ સેકંડ ગ્રહણનું ગ્રાસમાન ૦.૬૫૮ છે.

અંતમાં પોતાના ગામમાં ગ્રહણ નિદર્શક કાર્યક્રમ યોજવા ઇચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ધ સાધવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.