Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષકોની ટીમના ભગીરથ પ્રયાસોની સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા વધતા ઉજળા સંજોગો નિર્માણ થયા હોય તેમ ખાનગી શાળા છોડીને સૌથી વધુ બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવવામાં વેરાવળ તાલુકો મોખરે રહ્યો છે. સરકારી શિક્ષણ કથળતુ હોવાથી સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટતી હોવાની ફરિયાદ ફરિયાદો હવે ભુતકાળ બની ગઈ છે. સરકારી શાળામાં પોતાનું બાળક ગુણવત્તા સભર શિક્ષણ લે એ માટે વાલીઓએ નિર્ણય કરેલ છે.

Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં ખાનગી શાળામાંથી ૨૩૨૫ બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જેમાંથી સૌથી વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો હોય તેવા વેરાવળ તાલુકા ૬૨૮ ઉના તાલુકામાં ૪૪૪ તાલાળા તાલુકામાં ૩૪૭ સુત્રાપાડા તાલુકામાં ૩૫૪ કોડીનાર તાલુકામાં ૨૯૭ ગીરગઢડા તાલુકામાં ૨૫૫ બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાની છ તાલુકાની સરકારી શાળામાં ધોરણ દીઠ બાળકોએ મેળવેલ  પ્રવેશ ધો-૨ માં ૩૭૨ ધો-૩માં ૩૪૦ ધો-૪ ૩૨૧ ધો-૫ ૩૫૨ ધો-૬ ૩૪૫ ધો-૭ ૩૧૦ ધો-૮ ૨૮૫ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારીશ્ર સગારકા તેમજ શિક્ષકોની ટીમે સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા વધે તે માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.