Abtak Media Google News

નિર્ણય પરત નહીં લેવાય ત્યાં સુધી કોંગ્રેસનું કામ નહિ કરવા પૂર્વ પ્રમુખની જાહેરાતથી  સન્નાટો

ભાજપની વિચાર ધારા નહોતી પસંદ એટલે કોંગ્રેસમાં પરત આવ્યો અને ભાજપ માં રહેલ પત્નીને પણ જરૂરી પડશે તો કોંગ્રેસમાં લઈ આવશું:કિશોર ચીખલીયા

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા મોરબી સહિત અલગ અલગ 13 જિલ્લાઓમાં નવા જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ તરીકે કિશોર ચિખલીયા ના નામની જાહેરાત થતાં મોરબી કોંગ્રેસમાં વિરોધ ના સૂર ઉઠી રહ્યા છે તેમજ કિશોર ચોખલિયા ને ભાજપમાંથી કોંગ્રેસમાં લાવી વાંકાનેરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા અને ટંકારાના કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા એ દબાણ કર્યું હતું અને એમના દબાણ થી જ પ્રમુખ તરીકે કિશોર ચિખલોયા ની નિમણુક થઈ છે આગેવાનો કોંગ્રેસને વિખવા માંગતા હોવાનો સણસણતો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે.મોરબી જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કિશોર ચિખલિયા ની વરણી કરવામાં આવતા મોરબી કોંગ્રેસમાં વિરોધ ઉથી રહ્યો છે જેને લઇને જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જયંતિભાઈ જયરાજભાઈ પટેલના કાર્યાલયે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.અગાઉ કોંગ્રેસમાં રહેલા અને હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત થયેલ કિશોર ચીખલીયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા ત્યાર બાદ ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી છે.અને હાલમાં કિશોર ચીખલિયા ના પત્ની અસ્મિતાબેન ચીખલિયા ભાજપ પક્ષ તરફથી મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપ સદસ્ય છે અને મહિલા અને બાળ વિકાસ સમિતી ના સભ્ય તેમજ અપીલ સમિતિના સભ્ય તરીકે કાર્યરત છે ત્યારે કોંગ્રેસમાં નવા પ્રમુખ તરીકે કિશોર ચીખલિયા ની પસંદગી ના કોંગ્રેસ હાઇકમાન્ડ ના નિર્ણય ને કારણે ઉભા થયેલ આંતરિક વિરોધ ને લઈને મોરબીનુ રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ હાઈ કમાંડના આ નિર્ણય ને લઈને મોરબી કોંગ્રેસમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે  બન્ને પૂર્વ ધારાસભ્યો ગત ચુંટણી સમયે પણ એક પણ મિટિંગમાં હાજર રહેતા નહોતા અને કાર્યકરો ને માર્ગદર્શન આપતા ન હતા.

તેમજ આ વિરોધ બાબતે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલીયા એ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ એ આપેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવિશ અને પૂર્વ પ્રમુખ એ જે આક્ષેપ કર્યા છે એ અમારા વડીલ છે તે વડીલ ને સાથે રાખીને અમે કામ કરશું અને કોઈ અમારાથી દૂર હસે તો તેઓને સમજાવી ને સાથે રાખીને મોરબી જિલ્લા કોંગ્રેસ મજબૂત બને તેવા પ્રયત્નો કરીશું અને કોંગ્રેસમાંથી ભાજપમાં અને ફરી ભાજપ માંથી કોંગ્રેસમાં આવવા બાબતે જણાવ્યું હતું કે જે તે સમયે કોંગ્રેસ છોડી એ મારી ભૂલ હતી મારી વિચાર ધરા કોંગ્રેસ સાથે જોડાયેલી છે ભાજપની વિચારધારા મને યોગ્ય નહોતી લાગતી અને ટંકારા પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા ના સહોયોગથી તેઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે અને કિશોર ચીખલિયાના પત્ની હાલમાં ભાજપ જિલ્લા પંચાયતના સદસ્ય છે તો એ બાબતે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કોંગ્રેસ એ જવાબદારી સોંપી છે તો હું કોંગ્રેસનું કામ કરીશ પત્ની નુ કામ નહિ કરું.તેમજ ભાજપ ની વિચારધારા યોગ્ય નથી તો તેઓના પત્ની ભાજપ શાસિત જિલ્લા પંચાયત ના સદસ્ય છે તો એ બાબતે જણાવ્યું હતું કે એ અત્યારે ચૂંટાયેલ પ્રતિનિધી છે એ ભાજપમાં છે જરૂર પ્રડશે ત્યારે અમે તેને કોંગ્રેસમાં લઈ લેશું તેમ જણાવ્યું હતું વધુમાં જણાયું હતું કે અત્યારે બન્ને પક્ષના આયારામ ગયારામ જેવી સ્થિતિ છે અને આ સામાન્ય વાત બની ગઈ છે.અને અત્યારે પ્રદેશ કોંગ્રેસ એ આપેલ જવાબદારી નિભાવી અને કોંગ્રેસ ને મજબૂત બનાવવા કામ કરીશું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.