Abtak Media Google News

થલસેના ભરતીની લેખિત કસોટીના પૂર્વ તાલીમ વર્ગનો શુભારંભ: ૫૦ તાલીમાર્થીઓ જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર સ્થિત શ્રી શેઠ એન.ટી.એમ. સરકારી હાઇસ્કુલ ખાતે ૧૫ દિવસીય  થલસેના ભરતી લેખિત કસોટી પૂર્વ તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુંજપરાએ જણાવ્યુ હતું કે,  દેશ માટે ફરજ બજાવતા વીર જવાનોના પરિવારજનોનું ધ્યાન સરકાર રાખી રહી છે.

7537D2F3

તેમણે વધુમાં સુરેન્દ્રનગર જિલ્લાના શહિદ સૈનિકોના પરિવારોને સમયસર સહાય  મળી રહે તે માટે હંમેશા સરકાર પ્રયત્નશીલ રહી છે તેમ જણાવી ઉપસ્થિત તાલીમાર્થીઓને લેખિત પરીક્ષા પાસ થાય તેવી શુભેચ્છા આપી સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધારેમાં વધારે યુવાનો સંરક્ષણ ક્ષેત્રે જોડાઈ દેશની સેવા કરવા અનુરોધ  કર્યો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી.કે.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો દેશના સંરક્ષણ ક્ષેત્રે જોડાઈ તેવા શુભ આશયથી હાલના વડાપ્રધાનશ્રી અને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૧૨થી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા તાલીમ વર્ગોની શરૂઆત  કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ૫૦ તાલીમાર્થીઓને ૧૫ દિવસીય સંરક્ષણ ભરતી લેખિત કસોટી પૂર્વ તાલીમ વર્ગનો શૂભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી દ્વારા તાલીમાર્થીઓને ઉપયોગી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.