Abtak Media Google News

દુલ્હન માટે નવીનતમ ડિઝાઈનો ઉપલબ્ધ: અનકટ ડાયમંડ અને પોલકીનું ચલણ વધ્યું

કાર એક્ઝિબિશન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

સીઝન્સ હોટલ કાલાવડ રોડ ખાતે તા.૧૦મી સુધી આયોજીત ગેહના જવેલરી એન્ડ ગાર્મેન્ટ એક્ઝિબીશનમાં લોકોની ભીડ જામી રહી છે. આ વર્ષે પણ લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ એક્ઝિબીશનને મળી રહ્યો છે.

ફેશનપ્રિય રાજકોટ જનતા માટે આવેલા ૩ દિવસ ગેહના એક્ઝિબીશનને લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગોલ્ડ જવેલરીની અલગ-અલગવિશાળ રેન્જ સાથે ગુજરાતભરમાંથી જવેલર્સોએ ભાગ લીધો છે સાથે-સાથે પ્રિમીયમ રેન્જની કાર તથા બાઈક પણ આ એક્ઝિબીશનમાં સામેલ છે.

Tusshar Choksi
Tusshar Choksi

અબતક સાથેની વાતચીત દરમિયાન સુરતના ચોકસી કાંતિલાલ જવેલર્સના માલિક તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, રાકજોટની પ્રજા ખુબ જ મળતાવડી છે એ સાંભળ્યું હતું અને અમે સુરતના છીએ અને સિન્સ ૧૯૪૮, આટલા વર્ષોમાં અમે પહેલી જ વાર સુરતની બહાર પ્રદર્શન કરી રહ્યા છીએ અને રાજકોટનીજનતાએ અમને ખુબ જ સારો પ્રતિસાદ આપ્યો છે અને અમે જે ધાર્યું હતું તેનાથી સારો પ્રતિસાદ મળ્યો છે.

અમને ગયા વર્ષ નેશનલ એવોર્ડ મળ્યા હતા. તેમાં એક તો ‘બેસ્ટ બ્રાઈડલ જવેલરી ઈન ડાયમંડ રિગ્સ’ આ બંનેમાં અમને પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. અમે દર વખતે દુલ્હન માટે નવી-નવી ડિઝાઈનો આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારી જે ડિઝાઈનો હોય છે તે પ્રાઈવેટ હોય છે અને આ વખતે દુલ્હનમાં અનકટ ડાયમંડ, પોલકી જેને કહેવાય છે તેનું ચલણ ખુબ જ વધારે છે તેમાં તમે જોઈ શકો છો વીસ લાખ, પંદર લાખ અને પચ્ચીસ લાખની રેન્જના સેટો છે તો આ એક અલગ છે અને આજની નવવધુને આ જ પ્રકારના સેટ ગમે છે.

Maheshbhai
Maheshbhai

અબતક સાથેની વાતચીત દરમિયાન આર.એચ.જવેલરીના માલિક મહેશભાઈએ જણાવ્યું હતું કે, લોકોની અવર-જવર છે પરંતુ જોઈ એવો લોકોનો પ્રતિભાવ મળતો નથી પરંતુ આવતા શનિ-રવિમાં લોકોનો પ્રતિભાવ વધશે. અમદાવાદની ખાસ જડતરની જવેલરી અમે લોકોએ સ્ટોરમાં રાખેલી છે. આ ઉપરાંત એન્ટિક, બ્રાઈડલ કલેકશન, રિયલ વિલંધી અને રિયલ ડાયમંડ જેવી અનેક જાતની વેરાયટી લઈને અમે આવ્યા છીએ.

રાજકોટ નવું જ છે અમારા માટે પણ અમદાવાદની સ્પેશિયલ વસ્તુઓ લઈને અમે લોકો આવેલા છીએ. ગેહના એકિઝબીશન અમારી માટે પહેલી વાર છે પરંતુ આ અગાઉ અમે ઘણા પ્રદર્શન પણ કર્યા છે. અમારી અલગતામાં અમારી પાસે જથ્થાબંધનો બિઝનેસ છે અને રિટેઈલમાં પણ અમે એજ મુદો રાખ્યો છે. અમારું આઉટલેટ છે અમદાવાદમાં સેટેલાઈટમાં અને રિટેઈલનો અમારો જોરદાર ધંધો ચાલે છે. આજનો અનુભવ ઠીક છે પણ શનિવાર-રવિવાર લોકોની અવરજવર વધુ રહેશે.

Thalu Prakash Tilva
Thalu Prakash Tilva

થલ્લુ પ્રકાશ ટીલવાએ જણાવ્યું હતું કે, મારો અનુભવ ખુબ જ સરસ રહ્યો છે અને મારા દીકરાના લગ્ન માટે જો ખરીદી પણ કરી છે હા મને નવી વેરાયટી અહીંથી મળી છે. મને ખુબ જ સરસ અનુભવ મળ્યો છે અહીંથી. પંચરત્ન જવેલરીના માલિક અચિત જીજુવાડીયાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રણ વર્ષથી ગેહના એક્ઝિબીશન સાથે પ્રદર્શન કરીએ છીએ. દર વખતે પ્રતિભાવ સારો હોય છે અને આ વખતે પણ સારો જ પ્રતિભાવ મળ્યો છે અને અમે નવી વસ્તુઓ લઈને આવ્યા છીએ અને ગ્રાહકો અમારી નવી વસ્તુઓને વખાણી રહ્યા છે તો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ વખતે અલગતામા હું નવી રાજસ્થાની જવેલરી લઈને આવ્યો છું એજ બધાયે બહુ વખાણી કેમ કે રાજકોટ માટે આ જવેલરી કંઈક નવી છે અને એ જવેલરીની નવી શોધ કરી છે. પહેલા દિવસે પ્રતિભાવ સારો રહ્યો અને આશા છે શનિ-રવિમાં પણ પ્રતિભાવ વધશે. આભાર.

Mahendra Zanzuwadiya
Mahendra Zanzuwadiya

ગેહના એક્ઝિબીશનમાં મહેન્દ્ર ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું કે, હું મહેન્દ્ર ઝીંઝુવાડીયા, હું કે ઝીંઝુવાડીયા લેગસી, અમદાવાદનો ડીરેકટર છું. લોકોનો રીસપોન્સ બહુ સારો છે. રાજકોટના દરેક ગ્રાહકોમાં ઉત્સાહ ખુબ જ સરસ છે. લોકો આવે છે અને અમે જે દરેક નવી વેરાયટીઓ લઈને આવ્યા છીએ. અમદાવાદથી ખાસ કરીને દુલ્હન માટેનું કલેકશન જોવા આવે છે તે બધાને ગમે છે. અમે આ વખતે રાજકોટમાં અમારું વીલન્દી કલેકશન લઈને આવ્યા છીએ જેમાં દુલ્હન માટે ખુબ સુંદર વેરાયટી છે અને એન્ટીક કોર્ડ અને બ્રાઈડલ કલેકશનમાં પણ વેરાયટીઓ અમે ખુબ વિશેષમાં લઈને આવ્યા છીએ. ડાયમંડમાં ખાસ કરીને કન્ટેમ્પ્રરી ડાયમંડ જવેલરી અમે લઈને આવ્યા છીએ. જે રાજકોટના દરેક લોકોને એ વસ્તુ ગમે છે.

Virash Ranapura
Virash Ranapura

અબતક સાથેની વાતચીત દરમિયાન ગેહના એકિઝબીશનમાં વીરેશ રાણપુરાએ જણાવ્યું હતું કે, હું અમદાવાદથી આવું છું. જવેલ વર્લ્ડ જવેલર્સ મારું ફર્મ છે. અમદાવાદમાં બે આઉટલેટ છે. સી.જી.રોડ પર અને સેટેલાઈટમાં. એકંદરે સારો રહ્યો ઘણી બધી વેરાયટી છે. રોઝ ગોલ્ડમાં યુનીક કલેકશન છે. એન્ટીક ગોલ્ડ જવેલરીમાં પણ મારું ખુબ જ સારું કલેકશન છે. આ સિવાય અમારું એક પ્રિમીયમ બ્રાન્ડ છે. સર્વદા બ્રાન્ડ જેમાં અમે ખુબ અલગ રીતે જવેલરીનું મેન્યુફેકચરીંગ કરીએ છીએ

‘અબતક’ સોની વાતચીત દરમિયાન કંદર્પ ધોળકીયા ઓનરએ જણાવ્યું હતું કે, અત્યારે માર્કેટમાં અલગ અલગ પ્રકારની ગોલ્ડ જવેલરી આવતી હોય છે ત્યારે અમે લોકો રીયલ માણેક અને રીયલ પન્નાની જવેલરી એકઝીબીટ કરવાના છીએ. ખાસ અમારુ જોધપુરી કલેકશન છે. સો સો ગેહના એકઝીબીશનમાં આવનારા લોકો માટે પણ અમે સ્કીમ લઈને આવ્યા છીએ જેના મુલાકાતીઓને પોતાના નામ નંબર આપવાના હોય છે અને તેમાંથી લકી વિજેતાને નિલકંઠ જવેલર્સ તરફી ગોલ્ડકોઈન આપવામાં આવે છે. આ પ્રકારના એકઝીબીશની રીટેઈલ માર્કેટમાં ઘણો ફાયદો થાય છે અને લોકો સુધી ખૂબ સરળતાી પહોંચી શકાય છે. જેથી આવા એકઝીબીશન થતા રહેવા જોઈએ.

‘અબતક’ સોની વાતચીત દરમિયાન ગેહના કાર એકઝીબીશનમાં શીવાલીકા આઈ.બી. નામના શો રૂ‚મના સ્ટોલમાં રેનોલ્ટ કંપનીના સેલ્સ હેડએ જણાવ્યું હતું કે, રેનોલ્ટ કંપનીની પ્રોડકટ છે. કારનું નામ કેપ્ચર છે. કેપ્ચર ડીઝલ અને પેટ્રોલ બન્નેમાં આવે છે. કારની રેન્જ ૧૦ લાખી ચાલુ થાય છે. અને ૧૪ લાખ સુધીની અલગ અલગ વેરાયટી આવે છે. આ કારની તમને વિશેષતા કહીએ તો, ઘણી બધી કાર બજારમાં હોય છે.

પરંતુ રેનોલ્ટની પ્રોડકટ છે જે સૌથી પહેલા ભારતમાં એસયુવી સેગમેન્ટ લઈ આવવા વાળી રેનોલ્ટ હતી. જે અમારી ભુતકાળની સફળ પ્રોડકટ છે. ડસ્ટર જે ભારતમાં પ્રમ એસયુવી કાર આવી હતી અને તેના પછી બીજી એસયુવી કાર આવી જે લોન્ચ કરવાનું કારણ એ હતું કે સામાન્ય રીતે ગ્રાહકોનો ટ્રેન્ડ છે એ એસયુવી તરફ વધતો જાય છે અને તેમાં પણ વૈભવી કાર તેની જ‚રીયાત હોય છે. તો આ બન્નેનું મીશ્રણ છે જેમ કે આ એસયુવી કાર છે અને બધા જ અમુલ્ય લક્ષણો તેમાં આવી જાય છે.

રેનોલ્ટ ૧૧૦ વર્ષ જુની કંપની છે. ભારતમાં ૨૦૧૧ થી આવી છે. પરંતુ રેનોલ્ટ કંપની જે મોડલ લોન્ચ કરે છે તે ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કરે છે જેમાં સેફટી ફીચર્સ, કમ્ફર્ટ ફીચર્સ અને લકઝરીયસ ફીચર્સ છે. જયારે પણ કોઈ સમાજની પ્રવૃતિ હોય છે ત્યારે અમારા શો રૂ‚મ તરફી અમે ભાગ લેતા હોઈએ છીએ. એનાથી અમે સમાજીક પ્રવૃતિ અને અમારી માર્કેટીંગ પ્રવૃતિ પણ કરીએ છીએ.

Mohat Chatakkara
Mohat Chatakkara

‘અબતક’ સોની વાતચીત દરમિયાન ગેહના કાર એકઝીબીશનમાં મોહીત ચટકારાએ જણાવ્યું હતું કે, હું કેનરા બેન્ક, રાજકોટમાં મેનેજર છું સામાન્ય રીતે બેન્કના બે હેતુઓ હોય છે. ડીપોઝીટ લેવી અને એડવાન્સ આપવું પરંતુ ખાસ અમે અહીં જે સ્ટોલ લગાવ્યો છે એ અમારી બે પ્રોડકટ વ્હીકલ લોન અને હાઉસીંગ લોનને પ્રાધાન્ય આપવા માટે છે જેમ કે તમે જોઈ શકો છો કે ખૂબજ પ્રીમીયમ સેગમેન્ટની ગાડીઓ અહીં આવી છે તો કેનરા બેન્કનો સામાન્ય રીતે હેતુ એ છે કે કોઈ મુલાકાતીને અહીં આટલી મોંઘી ગાડી ખરીદવાની જ‚રીયાત છે અને જો તેને લોનની જ‚રીયાત હોય તો અમે ચોક્કસપણે પુરી કરી શકીએ.

લોનનું વ્યાજ અમારું ખુબજ સ્પર્ધાત્મક છે. જો કેનરા બેન્ક વિશે જણાવું તો કેનરા બેન્ક ભારતની સૌથી જુની બેન્કોમાં એક સરકારી બેન્ક છે. અને વ્યાજદરો પણ અમારા ખુબ જ સ્પર્ધાત્મક છે. હું તમને દર બાબતે પણ થોડી સ્પષ્ટતા કરી આપુ કે વ્હીકલ લોનના વ્યાજ દર ૮.૮૦ ટકા છે અને હાઊસીંગ લોનનો ૮.૫૫ ટકા ચાલી રહ્યો છે.

જો ઈન્ડસ્ટ્રીમાં આપણે જોઈએ તો આ ખુબજ ઓછો જોવા મળશે અને જો પધ્ધતીની વાત કરીએ તો ખૂબજ સાદી પધ્ધતી હોય છે. ગ્રાહકનું ખાતુ અમે ખોલાવીએ છીએ એના માટે પણ અમારી માર્કેટીંગ ટીમ છે અને ત્યારબાદ સીમ્પલ ડોકયુમેન્ટેશન અને રીપોર્ટ બાદ અમે ગ્રાહકોને લોન આપીએ છીએ.

JayabenJayaben

‘અબતક’ સોની વાતચીત દરમિયાન ગેહના કલેકશનમાં આવેલા જયાબેને અમદાવાદી જણાવ્યું હતું કે, અમે આ કલેકશનમાં વર્ષોથી ભાગ લઈએ છીએ. અમારી પાસે કપડામાં કુર્તિ, ડ્રેસ, પેન્ટ વગેરે બધુ છે. અમારી સ્પેશ્યાલીટી મસલીના ડ્રેસ અને કુર્તિ છે. ગહના એકઝીબીશનમાં અમને લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આવા એકઝીબીશનો થતાં જ રહેવા જોઈએ.

Hemraj SharmaHemraj Sharma

‘અબતક’ સોની ખાસ વાતચીત દરમિયાન ગહના કલેકશનના જયપુરના ‚પજૈનિક ફેશનના હેમરાજ શર્માએ જણાવ્યું હતું કે, ૫૦ વર્ષી આ ફેશન ચાલી આવે છે. જેમાં શૂટ, સાડી, ડ્રેસ, દુપટ્ટાઓ છે. જયપુરની સ્પેશિયાલીટી બાંધણીના દુપટ્ટા છે જે જયપુરમાં જ બને છે. જે ગુજરાતના કચ્છ-ભૂજ અને જયપુર સિવાય કયાંય બનતુ ની. આ એકઝીબીશનમાં આવવાનું મેઈન કારણ એ છે કે આ કલાને આખા ભારતમાં પ્રચલીત કરી શકાય કેમ કે બહુ ઓછા લોકો આ ગોટા પધ્ધતિને ઓળખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.