Abtak Media Google News

ગોકુલ હોસ્પિટલ હંમેશા સામાજીક જવાબદારીઓ પ્રત્યે ખુબ જ સમાન છે અને જયારે જયારે જરુર પડે ત્યારે સામાજીક જવાબદારીઓ પૂરી કરવામાં તત્પર હોય છે. ગોકુલ હોસ્પિટલની ક્રિટીકલકેર ટીમ દ્વારા હાલના સંજોગોમાં વેન્ટિલેટરનો ઉપયોગ  વધુમાં વધુ લોકો કરી શકે તે માટે સાડા ત્રણ કલાકની ઓડિયો વિઝયુઅલ મોડયુલ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઓડિયો વિઝયુઅલ દ્વારા નસીંગ સ્ટાફ, કિલનિકલ આસિસ્ટન્ટ, મેડીકલ ઓફીસર અને વેન્ટિલેટર શીખવા માટે ખુબ સુંદર રીતે રજુઆત કરવામાં આવી છે. કોરોનાના દરદી પર જયારે પરિસ્થિતિ ગંભીર થાય ત્યારે તેને વેન્ટીલેટર ઉપર મુકવાની જરુર પડે છે એ સમયે એનો ઉપયોગ કઇ રીતે કરવો તે અંગે ગોકુલ હોસ્પિટલના ક્રિટીકલકેર ટીમના તમામ ડોકટરો દ્વારા સમજણ આપવામાં આવી છે. આ ટીમમાં ડોકટર તેજસ મોતીવરસ, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો. તેજસ કટમટા, ડો. તુષાર બુધવાણી, ડો. હિરેન વાઢીયા, ડો. હાર્દિક વેકરીયા, ડો. પ્રિયંકા બા જાડેજા અને ડો. જીગર ડોડીયાનો સમાવેશ થાય છે.

તાજેતરમાં ગુજરાત રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે ગોકુલ હોસ્પિટલ ક્રિટીકલકેર ટીમના ડો. તેજસ કરમટા દ્વારા આ મોડયુલ તેમને ભેટ આપવામાં આવ્યું હતું.  ડો. તેજસ કરમટાના જણાવ્યા અનુસાર ગુજરાતની તમામ ભવભ ભવભ  અને  તમામ સીવીલ હોસ્પિટલમાં તથા રાજય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં વેન્ટિલેટર ના ઉપયોગ માટે ખુબ જ કામમાં આવશે. આની મદદથી કોરોનાની મહામારીમાં જયારે જરુર પડશે ત્યારે સ્ટાફ દર્દીનું જીવન બચાવવામાં મહત્વનો ફાળો આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.