Abtak Media Google News

વર્ષો પહેલા કાંડા ઘડિયાળોનું ચલણ ન હતું અને ઘડિયાળો પણ મોંધી હતી તેવા સમયે રાજા રજવાડા, શાસકો દ્વારા અલગ અલગ દિશામાં ગેટ દરવાજા બનાવવામાં આવતા અને આવા ગેટ ભેકાર ન લાગે એટલે તેના ઉપર ઘડિયાળના ટાવર બનાવવામાં આવ્યા હતા. એ સમયે લોકોમાં કાંડા ઘડિયાળોનું ચલણ ન હતું અને એ લઇ શકે એવી લોકોની સ્થિતિ પણ ન હતી. આવા સમયે દરવાજામાંથી પસાર થનાર વ્યકિત કે આસપાસમાં રહેતા વ્યકિત કે ધંધો, વ્યવસાય કરતી વ્યકિત ‘સમય’ જાણી શકે એ માટે આવા ઘડિયાળ ટાવર બનાવાતા હતા. એ સમયે ટાવર ઘડિયાળોના ડંકા પણ પડતા પણ હવે ટાવરોના ડંકા નથી પડતા કે ઘડિયાળ સમય પણ નથી બતાવતા.  દરેક ચીજવસ્તુ કે સ્થાનનો એક સમય હોય છે જયારે  સમય હોય ત્યારે એ વસ્તુ અમૂલ્ય હોય છે પણ તેનો સમય પૂરો થાય એટલે તેની કિંમત રહેતી નથી. આવી જ હાલત શહેરના અલગ અલગ વિસ્તારમાં સંભારણા બનીને ઉભેલા ટાવરોથી થઇ છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં ઘડિયાળ બંધ હોય તો સારૂ કહેવાતું નથી તેમ શહેરમાં આવા બંધ ઘડિયાળવાળા ટાવર છે. ટાવરોની બંધ ઘડિયાળા  દુષ્પ્રભાવ સર્જતા તો નહીં હોય ને? ઘડિયાળોના ડંકા ન સંભળાય તો કંઇ નહીં પણ લોકોને સાચો સમય જાણવા મળે તો ય ઘણું તેમ લોકો કહે છે. આ ટાવર ઘડિયાળો સમય બતાવતા થાય અને ટાવર પણ જીવંત દેખાય એ માટે કોઇ કોર્પોરેટ સંસ્થા આગળ આવે કે કોઇ સેવા સંખ્યા પણ આગળ આવે તો કેમ? તેવો લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.