Abtak Media Google News

ન્યુઝીલેન્ડ,ડેનમાર્ક,ફિનલેન્ડમાં સોૈથી ઓછો ભ્રષ્ટાચાર

ભ્રષ્ટાચાર એક મોટી સમસ્યા છે. જેનાથી રાહત મેળવવા મોદી સરકારે નોટબંધી, જીએસટી જેવા ઐતિહાસીક નિર્ણયો લીધા, જેમાં હવે ભારત સફળ થયું હોય તેમ જણાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બીન સરકારી સંગઠન ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટનું માનીએ તો ભ્રષ્ટાચારને લઈને ભારતના સરકારી ક્ષેત્રની છબી દુનિયાની નજરમાં ખરાબ હતી જોકે ૨૦૧૫ ની સરખામણીએ સ્થિતિમાં સુધારો થયો છે. ગ્લોબલ કરપ્શન ઈન્ડેકસમાં દેશને ૮૧માં સ્થાને ધકેલવામાં આવ્યો છે. જયારે ગત વર્ષે ભારતનું ભ્રષ્ટાચાર મામલે ૭૯ મું સ્થાન હતુ.

ભ્રષ્ટાચાર સામે સરકારે એક સશકત સંદેશ આપવાના હેતુથી ૧૯૯૫માં શ‚ કરાયેલા આ ઈન્ડેકસમાં ૧૮૦ દેશોની સ્થિતિનું આંકલન કરવામાં આવ્યું છે. આ ઈન્ડેકસ વિશ્ર્લેષકો, વ્યવસાયીઓ અને તજજ્ઞોનાં આંકલન અને અનુભવો પર આધારીત હોવાનું કહેવાય છે. તેમાં પત્રકારો, કાર્યકર્તાઓ અને વિપક્ષી નેતાઓ માટે કામની આઝાદી જેના માપદંડો જોવામાં આવે છે. ઈન્ડેકસ તૈયાર કરવા માટે દેશોને જુદા જુદા માપદંડો પર ૦ થી ૧૦૦ સુધીનાં પોઈન્ટ સૌથી વધુ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો સંકેત માનવામાં આવે છે. આ વખતે યાદીમાં ભારતને ૪૦ પોઈન્ટ આપવામાં આવ્યા છે.

જે ૨૦૧૫ પહેલા ૩૮ પોઈન્ટે હતુ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે કહ્યું છે કે, સમગ્ર એશિયા પ્રાંત ક્ષેત્રમાં કેટલાક દેશોમાં પત્રકારો, કાર્યકર્તાઓ વિપક્ષી નેતાઓ અને ત્યાં સુધી કે કાયદો લાગુ કરનારીને રેગ્યુલેટરી બોડીના અધિકારીઓને ધમકીઓ આપવામાં આવે છે. યાદીમાં ન્યુઝીલેન્ડ અને ડેનમાર્ક ૮૯ થી ૮૮ પોઈન્ટ સાથે સૌથી ઉપર છે.બીજી તરફ સીરીયા, સૂદાન અને સોમાલીયા ૧૪,૧૨ અને ૯ પોઈન્ટ સાથે સૌથી ઓછુ ભ્રષ્ટાચાર ધરાવતા દેશો છે. આ યાદીમાં ચીન ૭૭, બ્રાઝીલ ૯૬ અને રશિયા ૧૩૫માં સ્થાને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.