Abtak Media Google News

સુરેન્દ્રનગર ઉપરાંત સાબરકાંઠા અને બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી નબળું ચોમાસુ રહેવાની હવામાન વિભાગની

ધારણાકાળઝાળ ગરમી બાદ હવે લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષે ધોધમાર વરસાદ ખાબકવાની સંભાવના છે. વળી શરૂઆતમાં ચોમાસું થોડું ફિક્કું રહેશે પરંતુ ત્યારપછી મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેશે. સુરેન્દ્રનગર ઉપરાંત સાબરકાંઠા અને બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી નબળું ચોમાસુ રહેવાની ધારણા છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય વરસાદ વરસી શકે છે. જોકે સામાન્યથી વધારે વરસાદ પડે એની સંભાવના માત્ર 55 ટકા છે. જોકે આ સિઝનમાં પણ પૂરતા માત્રામાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ભારત દેશના મોટાભાગના વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્ય વરસાદ પડશે. પરંતુ પંજાબ, હરિયાણા, દિલ્હી અને વેસ્ટર્ન ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે. આની પર જવાબદાર પરિબળ અલ નીનો છે. દુનિયાભરથી મોટાભાગના હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસામાં અલ નીનો કંડિશનની અસર વરસાદ પર પડી શકે છે.

નોંધનીય છે કે ચોમાસાની સિઝન શરૂ થાય ત્યારે મેઘરાજા ધીમી બેટિંગ કરી શકે છે. શરૂઆતમાં ઓછા વરસાદની આગાહી હોવાને કારણે ધીમી ઈનિંગ શરૂ થઈ શકે છે. જોકે દક્ષિણ ભારતમાં તો ચોમાસાની શરૂઆતથી જ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ શકે છે. અહીં આ ચોમાસું જોરદાર રહેશે.

ખેડૂતો માટે આ સિઝનનું ચોમાસુ આશીર્વાદ સમાન

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જે જે વિસ્તારોના ખેડૂતો માત્ર ચોમાસા પર ખેતીનો આધાર રાખીને બેઠા છે. તેમના માટે આ ચોમાસાની સિઝન આશીર્વાદ સમાન રહેશે. કારણ કે અહીં સામાન્ય માત્રામાં વરસાદ પડવાની આગાહી હોવાથી તેમના પાકને ફાયદો થઈ શકે છે. જૂનના પહેલા સપ્તાહથી કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. જેમાં આગાહી પ્રમાણે 4 જૂનથી અહીં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. ગુજરાત રાજ્યમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અલ નિનોની અસરના છેદ ઉડ્યા

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે અલનીનોની નેગેટિવ અસર નહીં થઈ શકે. કારણ કે ભારતમાં બીજી અન્ય હવામાન કંડિશનથી દેશમાં સામાન્ય માત્રામાં વરસાદ ખાબકી શકે છે. તેવામાં અલ નિનો હોવાની સાથે આ વર્ષે પોઝિટિવ વરસાદી માહોલ સર્જાશે. જોકે બીજી બાજુ ઉત્તર ભારતમાં ઓછો વરસાદ ખાબકી શકે છે.

ગુજરાતમાં 15 જૂનથી ચોમાસાની એન્ટ્રી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાંન્ય અને કેટલાક વિસ્તારમાં સામાન્ય કરતા ઓછો વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેશે જ્યારે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના ઉતરગુજરાતના વિસ્તારોમાં ચોમાસુ સામાન્ય કરતા ઓછું રહેશે.ગુજરાતમાં મેઘરાજા 15 જૂનથી એન્ટ્રી મારી શકે છે. ત્યારે શરૂઆતમાં ધીમી ધારે વરસાદ ખાબક્યા બાદ સિઝનમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. જોકે જૂન મહિનામાં ધીમી બેટિંગ બાદ મેઘરાજા ધોધમાર વરસી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.