Abtak Media Google News

ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હાલ મેઘરાજા થોડા શાંત જોવા મળી રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે.

જોકે, હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગઈ નથી. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી 4 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે. જો કે મંગળવારથી ફરી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ સટાસટી બોલાવે તેવી શક્યતા છે.

27મીથી રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે

27મીથી રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદલાવશે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે.

સ્કાયમેટ દ્વારા જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારમાંથી વરસાદ ઓછો થઈ જશે.જ્યારે  સુરત, તાપી, વલસાડ, નવસારી તેમજ ડાંગમાં વરસાદી ઝાપટા પડી શકે છે.  પરંતું આગામી 23 તેમજ 24 તારીખે વરસાદની સંભાવનાં છે.  જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર,  પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી સહિતનાં વિસ્તારોમાં 23 થી 25 તારીખ સુધી વરસાદપડી શકે છે.

વલ્લભીપુર-ખાંભામાં દોઢ, લખતરમાં એક ઈંચ સુધીનો વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 57 તાલુકાઓમાં વરસાદ વરશ્યો છે. જેમાં સૌથી વધુ વલ્લભીપુર-ખાંભામાં દોઢ ઈંચ જયારે ધોધા અને લખતરમાં એક ઈંચ સુધી વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભાવનગરના ઉમરાળા, અમરેલીના વડિયા, ભાવનગરના પાલીતાણામાં એક ઈંચ સુધી વરસાદ વરશ્યો છે. જો કે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજથી ચાર દિવસ રાજ્યભરમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.