Abtak Media Google News

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને એન્ડ્રોઈડ ગુજરાત વોટસએપ ગ્રુપ તથા એન્ડોઈડ પરીવારના સંયુકત ઉપક્રમે ગુજરાતમાં સૌપ્રથમ વખત અત્યારના આધુનિક જીવનને ધ્યાને લઈ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે એન્ડ્રોઈડ મોબાઈલ તાલીમ વર્ગનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બોલબાલા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આવનાર એન્ડ્રોઈડ ગુજરાત વોટસએપ ગ્રુપ વતી જીતેન્દ્ર પ્રજાપતિ-પાલનપુર તથા અબ્દુલ કાજી-રાજકોટ તેમજ ત્યાં હાજર રહેલ તમામ મહાનુભાવોનું શાલ ઓઢાડી તેમજ શ્રીયંત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ લોકો દ્વારા સંગીતમય ગીતો રજુ કરી વાતાવરણ આનંદમય બનાવી દીધું હતું. આ કાર્યક્રમમાં એન્ડ્રોઈડ ગુજરાત વોટસએપ ગ્રુપ વતી જીતેન્દ્ર પ્રજાપતિ-પાલનપુર તથા અબ્દુલકાજી-રાજકોટ બન્નેએ પ્રજ્ઞાચક્ષુ લોકોને એન્ડ્રોઈડ ફોનમાં કેશલેશ, ઈકોનોમીનો ઉપયોગ સ્માર્ટફોન દ્વારા એપ્લીકેશન વિશે ટેકનીકલ શિક્ષણ વિગેરેની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરા મુજબ ડીસીપી સૈની, રાજકોટ સેન્ટ્રલ જેલ અધિકારી હેરમા, એન.એસ.એસ. મોરબી શહેરના વનિતાબેન વગેરે દિપ પ્રાગટય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની આભારવિધિ કરતા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયે જણાવેલ કે આ એક પ્રેરણાત્મક કાર્યક્રમ છે. જેના દ્વારા પ્રજ્ઞાચક્ષુ લોકો સ્માર્ટફોનમાં એક વિશેષ એપ્લીકેશન પર કેશલેશ ઈકોનોમીનો ઉપયોગ કરી આધુનિક જમાના સાથે તાલથી તાલ મીલાવી શકશે અને ભવિષ્યમાં નેત્રહિન ભાઈ-બહેનો માટે અંતાક્ષરી સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન વિચારણા હેઠળ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.