Abtak Media Google News

દર્દીને માં યોજના હેઠળ આવરી લેવાયેલ હોય વિનામૂલ્યે સર્જરી કરાઈ

આપણા દેશમાં હૃદયરોગના દર્દીઓની માત્રા દિવસે દિવસે વધતી જાય છે. રોજની ગતિશીલ જીવનશૈલી અને સ્ટ્રેસને લીધે હૃદયરોગીઓની સંખ્યામાં છેલ્લા દાયકામાં ખૂબ મોટા પાયે વધારો જોવા મળ્યો છે. દાયકા પહેલા હૃદયરોગ મુખ્યત્વે મોટી ઉંમરના વ્યકિતઓમાં જોવા મળતો હતો. પરંતુ આજના સમયમાં આ ઉમર ઘટીને ૪૦ વર્ષની નીચે આવી જતા યુવા વર્ગમાં પણ હૃદયરોગની માત્રામાં બહોળી વધારો જોવા મળ્યો છે. આવા જ એક કેસમાં ધારીના એક દર્દી વિઠ્ઠલભાઈ વાઘેલા ઉ.૩૫ કે જેઓ છેલ્લા પાંચ વર્ષથી આ રોગથી પીડાતા હતા. તેમનું તાજેતરમાં સૌરાષ્ટ્ર-કચ્છની સુપ્રસિધ્ધ અને એક જ છત્ર હેઠળ તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર અને સુવિધા પુરી પાડતી રાજકોટની એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે દર્દીનું સફળ ઓપરેશન હોસ્પિટલના કાર્ડિયો થોરાસીક એન્હ વાસ્કયુલર સર્જન હો. જયદિપ રામાણી દ્વારા કરવામાં આવેલ. દર્દીની હોસ્પિટલ ખાતે એન્જીયોગ્રાફી કરતા તેમના હૃદયની ત્રણેય મુખ્ય નળી કોરોનરી આર્ટરી બ્ક હોવાનું નિદાન થયેલજેથી તાત્કાલીત તેમનું ઓપરેશન ડો. જયદિપ રામાણી દ્વારા હાથ ધરવામાં આવેલ હતુ.

Advertisement

આ કિસ્સામાં ઓપરેશન પછી માત્ર ત્રણ દિવસમાં દર્દીને હાલતા ચાલતા કરી રજા આપી દેવામાં આવેલ. હવે હોસ્પિટલમાં આધુનિક સર્જરીના સાધનો હોવાથી બાયપાસ સર્જરીના કિસ્સામાં પણ ઓપરેશન પછી ત્રણ ચાર દિવસથી વધારે દર્દીને હોસ્પિટલમાં રાખવામાં આવતા નથી. વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ જોડાયેલ કાર્ડિયો થોરાસીક એન્ડ વાસ્કયુલર સર્જન ડો. જયદિપ રામાણી આપણા દેશની સૌથી મોટી કાર્ડિયાક હોસ્પિટલ યુ.એન. મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજીમાં કાર્ડિયાક સર્જન તરીકે સેવા આપેલ હોય તેઓ આ પ્રકારના જટીલ ઓપરેશનો કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. ડો. જયદિપ રામાણી દ્વારા બાયપાસની સૌથી અધતન પધ્ધતિ કે જેને ટોટલ આર્ટરિયલ (લીમા-રીમા-વાય) બાયપાસ સર્જરી કહેવા મા આવે છે. આ દર્દીના કિસ્સામાં આ અધતન પધ્ધતિથી માત્ર બે જ કલાકમાં સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવેલ હતી. સામાન્ય રીતે બાયપાસ સર્જરીનો અંદાજે રૂ. બેલાખ જેટલો ખર્ચ થતો હોય છે. પરંતુ આ દર્દીનું રાજય સરકારની ‘માં યોજના’ (મુખ્યમંત્રી અમૃતમ યોજના) હેઠળ ઓપરેશન કરવામા આવેલ હોય કોઈપણ પ્રકારનો ચાર્જલીધા વગર આ સફળ સર્જરી કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.