Abtak Media Google News

એચએમડી ગ્લોબલે નોકિયા 8 માટે એન્ડ્રોઇડ્સ લેટેસ્ટ વર્ઝન એટલે કે એન્ડ્રોઇડ ઓરીઓ અપડેટ રજૂ કરી દીધું છે. નોકિયા 8 કંપનીનું નવું સ્માર્ટફોન મોડેલ છે જે તાજેતરમાં ભારતમાં લોન્ચ કર્યું છે. લોન્ચ સમયે જ કંપનીએ જણાવ્યું હતું કે આ સ્માર્ટફોન ફ્યુચર પ્રોફ છે અને લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝનની અપડેટ્સ ઝડપથી મળી જશે.

ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લોબ પાસે નોકિયા સ્માર્ટફોન બનાવવાનો અધિકાર છે અને કંપનીએ અત્યાર સુધીમાં ચાર એન્ડ્રોઇડ અને એક ફીચર ફોન લોંચ કર્યો છે. એચએમડી ગ્લોબલના ચીફ પ્રોડક્ટ ઑફિસર ઝુહોએ કહ્યું છે, કે ‘એન્ડ્રોઇડ 8.0 ઓરીઓ પ્યોર અને સિક્યોર અપડેટ નોકિયા 8 માટે ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. ઉપરાંત તેને જણાવ્યુ હતું કે અમે હંમેશા અમારા ફેન્સને શ્રેષ્ઠ Android  એક્સપિરીયન્સ આપવા માંગી  છીએ તેથી અમે તેને ટેસ્ટ, ઓપ્ટિમાઇઝ અને રિફાઈન કરવા માટે સમય માગ્યો છે.’

  • ક્યારે મળશે અપડેટ્સ?

જો તમારી પાસે નોકિયા 8 છે તો હવે તમારે વધુ રાહ જોવાની નહીં પડે. કંપનીના ચીફ પ્રોડક્ટ ઓફિસર ઝુહોના જણાવ્યા મુજબ નોકિયા 8 માં એન્ડ્રોઇડ ઓરીઓની અપડેટ આગામી બે દિવસમાં પ્રારંભ થશે. જો કે, તે પણ જણાવ્યું છે કે કેટલાક ઓપરેટરો હજુ પણ સોફ્ટવેર રીવ્યુ કરી રહ્યા છે, તેથી અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. એક થી બે દિવસમાં તમારા સ્માર્ટફોન પર નવી અપડેટની નોટોફિકેશન મળશે અને તમે Oreo સાથે તમારા સ્માર્ટફોનને અપડેટ કરી શકશો. નોકિયા 6 અને નોકિયા 5 માં પણ એન્ડ્રોઇડ ઓરીઓ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.