અબજો રૂપિયાના ખેલો કરનાર ‘અઠંગ’ જુગારી અનિલ ગાંધી ઠગાઇના ગુનામાં ઝડપાયો

  • કોટેચા ચોકના બંગલાનું બે વ્યક્તિઓને વેચાણ કરતા શેર બ્રોકર અનેક વાદ વિવાદમાં સંડોવણી
  • દસ્તાવેજ ન કરી આપતા કોર્ટમાં કરાયેલા દાવા અંગે સોસાયટીના પ્રમુખ પૂર્વ સાંસદ રામજીભાઇ અને રમાબેન માવાણીએ સમાધાન કરાવ્યુ હતું

શહેરના પોશ વિસ્તાર ગણાતા કાલાવાડ રોડ પરના કોટેચા ચોક ખાતેના વૈભવી બંગલાનું વિવાદીત મનાતા શેર બ્રોકરે બે વ્યક્તિને વેચાણ કરી રૂા.8.51 કરોડની છેતરપિંડીના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નઅઠંગથ જુગારીની છાપ ધરાવતા અબજોપતિ અનિલ ગાંધીના ખરડાયેલા મનાતા ભૂતકાળ અંગે પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવે તો કેટલીય ચોકાવનારી વિગતો બહાર આવે છે. શેર બ્રોકર અનિલ ગાંધીએ કોટેચા ચોક ખાતેના બંગલાનું વેચાણ પ્રવિણભાઇ પરમારને કર્યુ હોવા છતાં સમિત કનેરીયાને વેચાણ કરી રૂા.8.51 કરોડની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

અનિલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી વૈભવી લાઇફ સ્ટાઇલ અને મોટા ગજાના જુગારી તરીકે અનેક વખત વિવાદમાં સપડાયો છે. તેમજ શેર ઇસ્યુ બહાર પાડી અનેકને વાક ચાર્તુયથી પ્રભાવિત કરી ફસાવ્યા બાદ છેતરપિંડી કરવાની ટેવ અંગે ઉંડી તપાસ થાય તો શહેરના અખબારના મોટા ગજાની વ્યક્તિને પણ પોતાની ઝાળમાં ફસાવ્યાની ચર્ચાએ ચકચાર જગાડી છે.

ફરિયાદમાં પ્રવિણભાઈએ જણાવ્યા પ્રમાણે તે ડીઝલ એન્જીન, રાઈસ મીલ અને વોડાફોન આઈડીયાની ઢેબર રોડ પર આવેલી ફ્રેન્ચાઈઝી ધરાવવા ઉપરાંત અલગ-અલગ વેપાર ધંધા કરે છે. પાડોશમાં રહેતા આરોપીએ પોતાનો ગાંધી હાઉસ નામનો બંગલો વેંચવાની વાત કરતા રૂા.8.50 કરોડનો સોદો કર્યો હતો. 2018 ની સાલમાં આરોપીએ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપતા તેણે આરોપીને રૂા.2.50 કરોડ રોકડા ચુકવ્યા હતા. રૂા.11 હજારનું લખાણ બતાવ્યું હતું.

આરોપીએ પોતાના સ્વહસ્તાક્ષરમાં એક કાગળમાં લખાણ પણ કરી આપ્યું હતું. તે વખતે આરોપીએ જણાવ્યું કે બંગલાનો અસલ દસ્તાવેજની ઉતરોતર ફાઈલ મુંબઈમાં તેના પિતાના લોકરમાં પડી છે. તેના પિતા અવસાન પામ્યા છે. પરંતુ નોમીનેશનમાં તે છે. બાદમાં તેણે આરોપીને અવાર-નવાર દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું. પરંતુ નહી કરી આપતા સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

2021 માં આરોપીએ તેને બંગલાનો દસ્તાવેજ કરી આપવાનું જણાવતા ઘ2મેળે સમાધાન થયું હતું. જે અંગેનું સોગંદનામું સોસાયટીના પ્રમુખ રમાબેન માવાણીના પતિ રામજીભાઈએ મુખ્ય કર્તાહર્તા તરીકે કરાવ્યું હતું. ત્યારબાદ આરોપીને તે મળતા રૂા.50 લાખ વધુ આપવાનું નક્કી થયું હતું.

જે મુજબ તેણે આરોપીને રૂા.6.20 કરોડ આપ્યા હતા. જેમાંથી રૂા.1.20 કરોડ આરટીજીએસથી, રૂા.2.50 કરોડ રોકડા અને અગાઉ આપેલા રૂા.2.50 કરોડ રોકડાનો સમાવેશ થાય છે. સબ2ાજીસ્ટ્રાર ઓફિસ ખાતે આરોપીએ તેના પુત્ર હર્ષિતના નામનો દસ્તાવેજ કરી આપતા તેણે આરોપીને તે વખતે રૂા.2.80 કરોડ આપ્યા હતા. આ રીતે આરોપીને કુલ 9 કરોડ ચુકવતા આરોપીએ તેના પૂત્ર હર્ષિતના નામનો દસ્તાવેજ કરી આપવાની સાથોસાથ બંગલાનો કબ્જો તેને સોંપી દીધો હતો. તેણે પણ બંગલાનો કબ્જો સંભાળી લીધો હતો.

પરંતુ તેણે ઉતરોતર દસ્તાવેજની ફાઈલ લેવાની બાકી હતી. આરોપીએ તે ફાઈલ ખોવાઈ ગયાનું જણાવ્યું હતું. બાદમાં તેને જાણવા મળ્યું કે આરોપીએ તેના પુત્ર હર્ષિતને બંગલાનો જે દસ્તાવેજ કરી આપ્યો છે તે બંગલાનો સાટાખત સ્મિત કનેરીયાને 2019 માં પૈસા લઈ કરી આપ્યો છે. એટલુ જ નહી આરોપીએ સ્મિતને જ બંગલાની અસલ ઉતરોતર ફાઈલ આપી દીધી છે.

વધુ તપાસમાં એવું જાણવા મળ્યું કે આરોપીએ તેને જે દસ્તાવેજ કરી આપ્યો હતો તે હાલ આઈસીઆઈસીઆઈ બેંકમાં લોન માટે આપ્યો છે. આ અંગે પ્રવિણભાઈએ અરજી કરી હતી. જેના આધારે તપાસ આગળ ધપાવી આજે ક્રાઈમ બ્રાન્ચે આઈપીસી કલમ 406, 420 હેઠળ નો ગુનો નોંધી આરોપી અનિલ ગાંધીની સાથ અટકાયત કરી તપાસ જારી રાખી છે.

શેર બજાર અને જુગારમાં અનિલ ગાંધીએ કરોડો ગુમાવ્યા

મુળ ગોંડલના વતની અને એરપોર્ટ રોડ પર આવેલા મારૂતિનગરમાં સદગુરૂ વાટિકામાં રહેતા અનિલ અમૃતલાલ ગાંધી બહુ જ ટૂંકા સમયમાં અબજોપતિ બન્યા બાદ શેર બજાર અને જુગારમાં કરોડોની રકમ ગુમાવ્યાનું જાણકારો કહી છે. અનિલ ગાંધી સામે મુંબઇ સહિત અનેક સ્થળે પોલીસ કેસનો સામનો કરવો પડયો હોવાનું પ્રવિણભાઇ પરમારે નઅબતકથ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે. મુંબઇ સહિત અનેક સ્થળે જુગાર રમવાની ટેવના કારણે અનિલ ગાંધીએ કરોડો ગુમાવ્યાનું કહ્યું હતું.

ત્રણ વખત ફાયરિંગ કરવા છતાં અનિલ ગાંધીને કોણે બચાવ્યો?

શેર ઇસ્યુ કરી અબજોનું નાણા ભંડોળ એકઠું કરી મોટી રકમનો જુગાર રમવા ટેવ ધરાતા અનિલ ગાંધીએ ગોંડલ, સ્ટોક એકસચેન્જ અને એક ખાનગી કંપનીમાં ફાયરિંગ કરવા સહિત અનેક વિવાદોથી ભૂતકાળ ખરડાયેલો હોવા છતાં તેને કોણ બચાવી રહ્યું છે. અને તેને કોની રાજકીય ઓથ છે. તે અંગે ઉંડી તપાસ કરવામાં આવે તો છેતરપિંડી, ફાયરિંગ અને જુગાર અંગેના ગુનાખોરી અંગેની વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

અનિલ ગાંધીએ કંપનીના કર્મચારીઓને જ શેર હોલ્ડર બનાવી ફસાવ્યાની ચર્ચા

અનિલ ગાંધી કંપની બનાવવા શેર ઇસ્યુ કરી તેની જ કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ પાસે શેરમાં રોકાણ કરાવી અનેક કર્મચારીઓને ફસાવ્યાનું જાણકારો કહી રહ્યા છે. જે પૈકી કેટલાક કર્મચારીઓને રૂા.80-80 લાખની શેબી દ્વારા નોટિસ ફટકારવામાં આવતા મોટો હોબાળો મચી ગયો હોવાનું કહેવાય છે. અનિલ ગાંધીએ સીપીંગ કંપની બનાવી શેર બજારના ઇસ્યુ થકી ટૂંકા સમયમાં જ અબજોપતિ બનેલા અનિલ ગાંધીને અંતે પોલીસ હિરાસતમાં આવું પડયું છે.