Abtak Media Google News

2 મે થી 20 જૂન, 2020 સુધી પશ્ચિમ રેલ્વે એ લોકડાઉનને કારણે દેશના વિવિધ રાજ્યોમાં પ્રવાસી મજૂરો અને તેમના પરિવારોને તેમના વતનમાં લઈજવા માટે  1,229 શ્રમીક સ્પેશિયલ ટ્રેનો સફળતાપૂર્વક ચલાવી છે.  ભારતીય રેલ્વેની આ અનોખી પહેલ થી લાખો પ્રવાસી મજૂરો ને મોટા પાયે ફાયદો થયો છે, જે ફક્ત એક નિષ્ઠાવાન અને પરિશ્રમ કરનારા રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓના કારણે જ શક્ય બન્યું જેણે તેને એક મોટી સિદ્ધિ બનાવવા માટે તેમના સમર્પણ અને મહેનતનું પ્રદર્શન કર્યું.

Advertisement

પશ્ચિમ રેલ્વેના આવા તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસામાં, પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર, શ્રી આલોક કંસલે તેમની અનુકરણીય કામગીરી અને 1229 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સફળ સંચાલન માટે પશ્ચિમ રેલ્વેના તમામ છ મંડળો માટે પુરસ્કાર જાહેર કર્યા છે.  આ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સંચાલન દરમિયાન, 20 મે 2020 નો દિવસ પશ્ચિમ રેલ્વે માટે ગૌરવપૂર્ણ દિવસ હતો, જ્યારે પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનોથી માત્ર એક જ દિવસમાં 91 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરીને એક અનોખો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, ભારતીય રેલ્વે પરની કુલ શ્રમિક વિશેષ ટ્રેનોમાં 28% થી વધુ સફળતાપૂર્વક પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત કરવામાં આવી છે.  આ ટ્રેનો દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રાજ્યોના આશરે 18.49 લાખ પરપ્રાંતિય મજૂરોને નોંધપાત્ર રાહત મળી છે.  પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે મુંબઈ મંડળને એક લાખ, વડોદરા મંડળને 50,000 અમદાવાદ મંડળ ને75,૦૦૦, રાજકોટ મંડળ 50,000 ભાવનગર અને રતલામ મંડળને અનુક્રમે 25,000 રૂ. રોકડ પુરસ્કારો જાહેર કર્યા છે. શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની ઉપલબ્ધિ ભારતીય રેલ્વેના ઇતિહાસમાં ચોક્કસપણે રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ કે જેઓ આ ટ્રેનોને સુચારું રૂપે ચલાવવાની ખાતરી આપે છે તેના અભૂતપૂર્વ યોગદાન માટે ચિહ્નિત કરવામાં આવશે.

આ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં પશ્ચિમ રેલ્વેની ભૂમિકાની પણ માનનીય રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.  3 જૂન, 2020 ના રોજ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ, ગુજરાતમાં પરપ્રાંતિય મજૂરો અને તેમના પરિવારોની મુસાફરીની સારી વ્યવસ્થા કરવા માટે, પશ્ચિમ રેલ્વેની ઉત્તમ પહેલ અને સંકલન માટે પશ્ચિમ રેલ્વેના પાંચ મંડળ નું સન્માન કર્યું હતું.  માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને મુંબઇ સેન્ટ્રલ મંડળોના મંડળ રેલ્વે પ્રબંધક ને પ્રશંસા ટ્રોફી એનાયત કરી. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ અને રેલ્વે બોર્ડના અધ્યક્ષ શ્રી વી.કે. યાદવને પણ પ્રશંસા ટ્રોફી પણ મોકલવામાં આવી હતી અને શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સફળ સંચાલન માં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. માનનીય રેલ્વે મંત્રી શ્રી પીયૂષ ગોયલે પણ પશ્ચિમ રેલ્વેની ટીમના ઉત્તમ સામાજિક પ્રયત્નોની પ્રશંસા કરી છે, જેમણે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સફળ સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ 1229 શ્રમિક વિશેષ ટ્રેનોમાંથી ઉત્તર પ્રદેશ પછી બિહાર માટે મહત્તમ સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવી હતી. સ્પેશિયલ ટ્રેનો ઓરિસ્સા, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મણિપુર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ, અસમ અને મહારાષ્ટ્ર માટે પણ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી.  3 મે થી 20 જૂન, 2020 સુધી, આ 1229 ટ્રેનોમાંથી મુંબઇ મંડળ થી સૌથી વધુ 716 ટ્રેનો, અમદાવાદ મંડળ 260, વડોદરા મંડળ 100, ભાવનગર મંડળ 30, રાજકોટ મંડળ 117 અને રતલામ મંડળ 6 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે. આ શ્રમિક વિશેષ ટ્રેનો ના સંચાલન દરમિયાન મુસાફરોની યોગ્ય થર્મલ સ્ક્રિનિંગ ઉપરાંત સોશિયલ પ્રોટોકોલના તમામ ધોરણોને જાળવી રરાખવામા આવ્યા હતા. મુસાફરી દરમિયાન મુસાફરો ને નિ: શુલ્ક ખાવાનું અને પીવાનું પાણી પણ વિતરણ કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.