Abtak Media Google News

રાજકોટ ડિવિઝનમાં માર્ચ 2023 સુધીમાં ડબલિંગ-ઈલેકિટ્રેકશનનું કામ પૂર્ણ થવાની આશા વ્યકત જી.એમ. કંસલ

પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલએ રાજકોટ ડિવિઝનના કાનાલુસ રાજકોટ રેલવે ખંડનું ઈન્સ્પેકશન કર્યું હતુ જી.એમ. કંસલએ જણાવ્યુંં હતુ કે રાજકોટ ડિવિઝનમાં માર્ચ 2023 સુધીમાં  ડબલીંગ ઈલેકિટ્રફિકેશનનું કામ પૂર્ણ થતા વધુ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટથી  કાનાલુસ ડબલ ટ્રેક માટે રૂ.1100 કરોડ મંજૂર કરતા 4 વર્ષમાં કામ પૂર્ણ  થશે. વધુમાં  તેઓએ જણાવ્યું હતુ કે રાજકોટ-ભાવનગરમાં ઈલેકિટ્રફિકેશનનું 1600 કીમીનું કામ પૂર્ણ થશે. જેમાં આ વર્ષ 800 કિ.મી. તથા આવતા 800 કિ.મી.નું કામ પૂર્ણ થશે.રેલવે ક્રોસિંગ, મેજર અને માઈનોર બિજ, ટ્રેકમેન ટીમ પોઈન્ટ એન્ડ્રુ ક્રોસિક, ઇલેક્ટ્રોનિક ઇંટરલોકિંગ પ્રણાલી , કળા વળાંક જેવા ટેકનિકલ પાસાઓનું સધન નિરિક્ષણ કર્યું.

Advertisement

બ્રેસલ એ કાનાલુસ જામનગર હાપા , લાખાબાવળ ખંડેરી અને રાજકોટ સ્ટેશન પર યાત્રી સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી.  આ દરમિયાન જી.એમ. એકંસલ એ કાનાલુસ સ્ટેશન પર રિક્રિએશન હટ , પ્રાકૃતિક વોટર કૂલર , ઓએફસી હટ તથા રેલવે કર્મચારીઓના રહેઠાણ માટેના નવનિર્મિત સ્ટાફ ક્વાટર્સનું ઉદ્ઘાટન કર્યું .  કંસલ દ્વારા સુરક્ષિત સંચાલન ’ ( જફરય ઘાયફિશિંજ્ઞક્ષ ) વિષય પર રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર , એ એન આર.મીણા દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું . અહીંયા તેમણે સ્ટેશન , રનિંગ રૂમ તેમજ રૂટ રિલે ઇંટરલોકિંગ ટાવરનું નિરિક્ષણ કર્યું સાથે જ તેમણે રેલ વપરાશકર્તાઓની મુલાકાત લીધી અને સ્ટેશનના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં વૃક્ષારોપણ પણ કર્યું .

તેમણે લાખાબાવળ જામનગર વચ્ચે સમપાર ફાટક નં . 206 પર સંરક્ષા વિભાગ દ્વારા આયોજિત શેરી નાટકને જોયું તથા તેમની ટીમના વખાણ કરતાં જણાવ્યું કે આમની જાગૃતિ , લગન અને મહેનતથી અમને સંરક્ષા પ્રત્યે નાગરિકોને જાગૃત કરવામાં મદદ થાય છે . જામનગર સ્ટેશન પર તેમણે રેલવે સુરક્ષા દળ ( આરપીએફ ) ના મહિલા કર્મચારીઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલા લેડીઝ ચેન્જીગ રૂમ તેમજ એક ઓપન જીમ અને ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું . આરપીએફ દ્વારા આયોજિત ડોગ શો માં દેખાડવામાં આવ્યું કે કેવી રીતે રેલવે થાત્રીઓની સુરક્ષા માટે સ્નિફર ડોગનો ઉપયોગ કરવામાં આવે છે જેના મક્વા એ ભરપૂર વખાણ કર્યા , તેમણે જામનગર સ્ટેશન પર નવસ્થાપિત એક હેલ્થ એટીએમનું પણ ઉદ્ઘાટન કર્યું જેની મારફતે રેલવે યાત્રીઓને બી.પી. , ડાયાબિટીસ વગેરે રોગોના રિપોર્ટ તરત મળી જાય છે .

હાપામાં તેમણે નવનીકરણ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને ચિલ્ડ્રન પાર્ક , રેલવે કર્મચારીઓ માટે નવનિર્મિત ટાઈપ -4 ક્વાટર , હેલ્થ યુનિટમાં દર્દીઓની નિયમીત તપાસ માટે નવનિર્મિત પીએમઈ રૂમ , રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજક્ટથી સંબંધિત ઓવરહેડ ઇક્વિપમેન્ટ ડિપોનું ઉદ્ઘાટન અને ત્યાં વૃક્ષારોપણ કર્યું . સાથે જ તેમણે ટ્રેકશન ડિસ્ટ્રિબ્યુશન અને લોકો સંબંધિત બુકલેટનું વિમોચન કર્યું . થ્રી કંસલ એ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલા ગુડ વર્ક તેમજ રાજભાષા પ્રદર્શનનું અવલોકન કર્યું .

તેમણે રાજકોટ ડિવિઝનની -પત્રિકા ” સૌરાષ્ટ્ર સંગમ ” ના ચૌથા અંકનું વિમોચન કર્યું અને મહાદેવી વર્મા હિન્દી પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું . આ દરમિયાન ડિવિઝનના હાપા અને જાલિયાદેવાણી સ્ટેશનોની વચ્ચે 120KMPH  ની 98 ગતિથી સ્પીડ ટ્રાયલ પર કરવામાં આવી . તેમણે ખંડેરી સ્ટેશનનું નિરિક્ષણ કર્યું અને સ્ટેશન સર્ક્યુલેટિંગ વિસ્તારમાં નવનિર્મિત ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યુ . આ અવેસર ઈજી તેમણે ગેટમેન માટે ઉપયોગી હેન્ડબુક તથા સ્ટેશન માસ્ટર માટે ગાઇડ બુકનું વિમોચન કર્યું . તી કંસલ દ્વારા પડધરીમાં નવનિર્મિત સ્ટાફ ક્વાટર્સનું વર્ચ્યુઅલ રૂપે ઉદ્દઘાટન કરવામાં આવ્યું .

રાજકોટ સ્ટેશન પર તેમણે યાત્રી સુવિધાઓની તપાસ કરી ,જીએમ.ના  નિરિક્ષણ દરમિયાન  કંસલ રેલવે સલાહકાર સમિતિના સભ્યો , માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયન એસોસિએશન , પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા ગણમાન્ય નાગરિકોથી મુલાકાત કરી અને આવેદન સ્વીકાર કર્યા. આ વાર્ષિક નિરિક્ષણ દરમિયાન  કંસલની સાથે હેડક્વાટરથી આવેલા વિવિધ વિભાગોના પ્રમુખ વિભાગાધ્યક્ષ રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર  અનિલ કુમાર જૈન સહિત અન્ય સિનિયર અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.