Abtak Media Google News

લગ્નની લાલચે નાની મોલડીના શખ્સે સગીરાને બનાવી હવસનો શિકાર

નાની મોલડીના શખ્સ સામે પોકસો અને બળાત્કારનો નોંધાતો ગુનો

 

Advertisement

અબતક,રાજકોટ

રાજકોટનાં કુવાડવા પંથકમાં બે જ દિવસમાં બળાત્કારના બે બનાવો પોલીસ ચોપડે નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં નાની મોલડીના શખ્સે લગ્નની લાલચ આપી કુવાડવા નજીક રહેતી પરપ્રાંતીય સગીરાને હવસનો શિકાર બનાવતા તેના વિરૂધ્ધ પોલીસે બળાત્કારનો ગુનોનોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કુવાડવામાં આવેલ એક વાડીમાં ખેતમજુરી કામ કરતી પરપ્રાંતીય પરિવારની સગીરાને અગાઉ ખેત મજુરી કામ કરતા અને હાલ નાની મોલડી ગામે રહેતા સુનીલ નથુ બથવાર નામના શખ્સે લગ્નની લાલચ આપી સગીરાને અવાર નવાર બહાર લઈ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચયું હતુ બનાવની જાણપરિવારને થતા તેઓએ સુનીલ બથવાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી કુવાડવા પોલીસે તેના વિરૂધ્ધ બળાત્કાર ગુનો નોંધી અને તેની અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ કુવાડવામાં બળાત્કારનો બનાવ સામે આવ્યો હતો જેમાં સગીર તરૂણીને દુકાનમાં લઈ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા તેની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.