Abtak Media Google News

વર્ષ 2021-22માં 7006 કેન્દ્રો સ્થાપવાના લક્ષ્યાંક સામે 107%નો લક્ષ્ય હાંસલ કરી લેવાયો

ગુજરાતમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ઉભી કરી છે. આ અધિકારીઓ નિયમિતપણે આ કેન્દ્રોમાં હાજરી આપે છે અને જટિલ કેસોમાં વરિષ્ઠ તબીબી અધિકારીઓ સાથે ટેલીક્ધસલ્ટેશન દ્વારા સારવાર અંગે માર્ગદર્શન લઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે

પીએમ મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે  વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2021-22 માં 7006 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે ગુજરાત સરકારે આ લક્ષ્યાંક કરતાં વધુ 7523 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપીને 107 ટકા સિદ્ધિ મેળવી છે.

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા લોકોને ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ, નવજાત અને બાળ આરોગ્ય સંભાળ સેવાઓ, નાના બાળકો અને કિશોરો માટે આરોગ્ય સેવાઓ, કુટુંબ નિયોજન, ગર્ભનિરોધક સેવાઓ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની ઓપીડી સારવાર વ્યવસ્થાપન, બિન-ચેપી રોગોનું નિદાન, સામાન્ય આંખના રોગોની સારવાર અને કાન, નાક અને ગળાની સમસ્યાઓ, કટોકટીની તબીબી સેવાઓ અને માનસિક બીમારીનું નિદાન અને સામાન્ય વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ઉભી કરી છે. આ અધિકારીઓ નિયમિતપણે આ કેન્દ્રોમાં હાજરી આપે છે અને જટિલ કેસોમાં વરિષ્ઠ તબીબી અધિકારીઓ સાથે ટેલીક્ધસલ્ટેશન દ્વારા સારવાર અંગે માર્ગદર્શન લઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારે રાજ્યના પેટા આરોગ્ય કેન્દ્રોમાં 6215 કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની નિમણૂક કરી છે.

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના તમામ લોકોને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો તેમજ ગંભીર રોગોના દર્દીઓની ઓળખ કરવાનો છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી યોજના આયુષ્માન ભારત હેઠળ શરૂ કરવામાં આવી રહી છે. આરોગ્ય અને સુખાકારી કેન્દ્રમાં સીએચઓ (કમ્યુનિટી હેલ્થ ઓફિસર), સ્ત્રી અને પુરૂષ આરોગ્ય કાર્યકરો અને આશા કાર્યકરોનો સ્ટાફ તૈનાત રહે છે, જેઓ સ્થાનિક સ્તરે બિન-ચેપી રોગો પર ઓપીડી અને વરિષ્ઠ ડોકટરો સાથે ટેલીક્ધસલ્ટેશનમાં કામ કરે છે.ગુજરાત સરકારે મોડેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપવાની યોજના બનાવી છે. આ કેન્દ્રોમાં સંગીત, મ્યુઝિક થેરાપી, આયુર્વેદિક/હર્બલ ગાર્ડન, આરોગ્ય સંકલન, ફિઝિયોથેરાપી, વ્યાયામ માટે ઓપન જીમ, વોકિંગ ટ્રેક અને પ્લે એરિયા સાથે આધુનિક સુવિધાઓ સાથે લાફિંગ ક્લબ અને યોગ સેન્ટર જેવી સુવિધાઓ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.