Abtak Media Google News

કાશ્મીરનાં પુલવામા થયેલા આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયાની ઘટનાથી ઉપલેટા પંથકમાં ભભુકતો રોષ, સરકાર નકકર પગલા લે તેવી માંગ

શહીદોને શ્રઘ્ધાંજલી અર્પતા નાગરિકો

કાશ્મીરનો પુલવામાં આતંકી દ્વારા થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહિદ થયા છે. આ ઘટના સામે દેશભરમાં પડઘા પડયા છે ત્યારે ઉપલેટાનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ પણ આતંકીઓનો સફાયો કરવા તેમજ પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપવા સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

ઉપલેટામાં આયોજિત શ્રદ્ધાંજલી સભામાં સંસ્થાનાં પ્રમુખ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી સ્વામી શહિદોને શ્રદ્ધાસુમન સમર્પણ કરતા કહ્યું હતું કે, દુનિયાના તમામ પ્રેમ કરતા દેશપ્રેમએ સૌથી શ્રેષ્ઠ પ્રેમ છે. દેશભકિતએ શ્રેષ્ઠભકિત છે. આપણા સૌની રક્ષા માટે આપણા જ ભાઈઓ શહિદી વ્હોરીએ બહુ મોટી સેવા છે. સૈનિક બનવા અને સંત બનવા જો આપણા સંતાનોને સમર્પિત કરવામાં નહીં આવે તો દેશનું ભાવી બહુ ધુંધળું છે. સૈનિક દેશની રક્ષા કરે છે, સંત દેશની સંસ્કૃતિની રક્ષા કરે છે માટે સૈનિક અને સંતના કાર્યને લાખ લાખ વંદન અને કોટી કોટી સલામ.

પાકિસ્તાન સાથે દેશાવર વ્યવહાર બંધ કરી દેવા જોઈએ

6 12

ઉધોગપતિ હાજી જુનેદભાઈ નાથાણીએ કહ્યું કે, બે દિવસ પહેલા મા ભોમની રક્ષાના જવાનો ઉપર દુનિયામાં ત્રાસવાદનું ઝેર ઓકતું પાકિસ્તાન ત્રાસવાદને વિટામીન પુરુ પાડી રહ્યું છે. જે આતંકીઓ દ્વારા દેશના જવાનો ઉપર હુમલો કરેલ છે તે મારા તેમજ મુસ્લિમ સમાજ માટે દુ:ખદ ઘટના છે. આવા ઘાતકી અને નફરત પેદા કરતા આતંકીઓ અને તેને પોષણ આપના દેશોનો ધડમુળથી સફાયો કરવો જોઈએ. ભારત દેશ અને તેની જનતા શાંતીમાં માનવાવાળી છે પણ જે લોકો શાંતીને ન સમજતા હોય તેવા આતંકીઓ અને પાકિસ્તાને તેની ભાષામાં જ જવાબ આપી દેશાવર વ્યવહાર સહિત બંધ કરી દેવા જોઈએ.

આતંકવાદને પાકિસ્તાન પોષે છે તે વાત જગજાહેર છે

5 14

પાટણવાવનાં ખેડુત આગેવાન માધવજીભાઈ પટેલે જણાવ્યું કે, કાશ્મીર પર ફરજ બજાવતા દેશના જવાનો ઉપર થયેલ હુમલો દેશ અને દુનિયાને નુકસાનકર્તા છે. આ ઘટના બાબતે સરકારે પણ કાર્યવાહી કરવી જોઈએ. ત્રાસવાદને કોઈ નાત-જાત કે ધર્મ હોતો નથી પણ દેશ અને દુનિયામાં ત્રાસવાદ ફેલાવવો અને પોષણ આપવું તે પાકિસ્તાનનું જ કામ છે. આખુ જગત જાણે છે જગત આખુ ત્રાસવાદથી ત્રાહિમામ છે. દુનિયાના તમામ દેશ ત્રાસવાદની ઘટનાને સમર્થન આપે છે ત્યારે દેશના લોકોએ એક થઈ સરકાર સાથે રહી લડતની તૈયારી રાખવી જોઈએ જે શહિદ થયા છે તેની શહિદી એળે નહીં જાય અને આતંકીઓ સામે કાર્યવાહી સરકાર કરશે તેવો મને આત્મવિશ્વાસ છે.

પુલવામા થયેલા આતંકી હુમલાને સમગ્ર મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે

2 20

કાશ્મીરના પુલવામાં બે દિવસ પહેલા થયેલા દેશના જવાનો ઉપર હુમલામાં ઘણા જવાનોએ શહિદી વહોરી એ દેશના લોકો માટે દુ:ખદ ઘટના છે. આ ઘટનાને ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન સૌરાષ્ટ્ર ઝોન યુથ વિંગના કન્વિનર યાશિન ડેડાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. આ ઘટના ઉપર કોઈપણ જાતની રાજનીતિ કર્યા વગર સમગ્ર દેશની સામાજીક સંસ્થાઓ દેશના રાજકિય પક્ષો ધાર્મિક સંસ્થાના વડાઓએ સરકારને સાથ આપવો જોઈએ. સરકારે પણ આ ઘટના પાછળ જવાબદારો વિરુઘ્ધ તાત્કાલિક અને સખત કાર્યવાહી કરવી જોઈએ. જેથી કરીને ભવિષ્યમાં આવુ કૃત્ય કરતા વિચાર કરવો પડે. ઘટનામાં જે જવાનો શહિદ થયેલા તેમના આત્માને શાંતી અર્પે અને ઈજાગ્રસ્ત જવાનો જલ્દી સ્વચ્છ થાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના.

દેશના કરોડો મુસ્લિમ યુવાનો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તેવું ઈચ્છે છે

3 16

કાશ્મીરના પુલવામાં દેશના જવાનો ઉપર નફટ આતંકવાદીઓએ જે પ્રકારનો હુમલો કરેલ છે તે ભારત દેશના મુસ્લિમ યુવાનો કોઈ દિવસ સાંખી ન લે. શહેરના યુવા મેમણ વેપારી અગ્રણી અનિશ ચણાએ દેશના જવાનોની જે ઘટના બની છે તેને દુ:ખદ ગણાવી છે. ઘટનાના સમાચાર સાંભળી એક દેશના નાગરીક તરીકે મારું લોહી ઉકળી ઉઠયું હતું પણ ઘટના બની ત્યાંથી જાગ્યા ત્યારથી સવાર હવે પાકિસ્તાન સામે દેશના કરોડો મુસ્લિમ યુવાનો હવે યુદ્ધ ઈચ્છી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ હવે મંત્રણાઓ કરવાની કોઈ જરૂર રહેતી નથી. દેશના કરોડો યુવાનો સરકારની સાથે છે. આવા અધમ કૃત્ય કરનારા આતંકવાદીઓ અને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવી જોઈએ. સરકારે પણ દેશના કરોડો યુવાનોની લાગણી સમજી આકરી કાર્યવાહી કરવી જોઈએ.

પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એજ કલ્યાણ

4 9

ઉપલેટાનાં જાણીતા સર્જન ડો.પિયુષ કણસાગરાએ કહ્યું હતું કે, દેશનાં યુવાનો અને લોકોના દિલ હચમચી જાય તેવી ઘટના બે દિવસ પહેલા દેશની રક્ષા કરતા જવાનો ઉપર બની આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢયું છે. આ ઘટનાથી મને ઘણું દુખ થયેલ અને આતંકી હુમલામાં જે જવાનો શહિદ થયેલા તેમના આત્માને પ્રભુ દિવ્ય શાંતી અર્પે. ઘટના ઉપર નજર કરતા રૂવાડા કંપી જાય પણ એક ભારત દેશના આદેશ નાગરીક તરીકે એટલું તો જરૂર કઈશ કે જે ઘટના બની તે આતંકવાદને નાબુદ કરવો જ પડશે હવે આતંકવાદ ઘરમાં ઘુસી દેશના જવાનોને શહિદ કરી જાય તે કોઈ કાળે ચલાવી લેવાય તેવી બાબત નથી. હાલની કેન્દ્ર સરકાર પાસે દેશના કરોડો યુવાનો, યુવતીઓ, પ્રબુઘ્ધ નાગરિકો, શિક્ષિત નાગરિકો એવી આશા રાખીને બેઠા છે કે આનો જવાબ દેવાનો સમય આવી ગયો છે. શાંતીની મંત્રણા કે વાતચીતનો કોઈ અર્થ નથી હવે જવાબ સામે જવાબ આપી યુદ્ધ એજ કલ્યાણના મંત્રને ધ્યાનમાં રાખી દેશના લોકોની વાત સમજવી જોઈએ.

પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓના અડ્ડાને સાફ કરવા જોઈએ

1 27

સમગ્ર દેશ બે દિવસ પહેલા કાશ્મીરના પુલવામાં શહિદો ઉપર જે ઘટના બની છે તે કયારેય નહીં ભુલી શકે. આવા રાક્ષસી કૃત્યને કોઈ કાળે સાંખી ન લેવાય સરકારે આની સામે સખ્ત કાર્યવાહી કરવી જ જોઈએ. સરકારે હવે ચુપ બેસવાની જરૂર નથી તેમ રાજમોતી, ગૌશાળાના પ્રમુખ ભરતભાઈ કલોલાએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, દેશના યુવાનો આજે સરકારની પડખે છે અને સરકાર સામે માંગણી પણ કરી રહ્યા છે કે અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર જે હુમલો થયેલ તેના હુમલા ખોરાને અમેરિકાએ ઘરમાં જઈ ઠાર મારી દેશના લોકોની લાગણી સંતોષી હતી ત્યારે ભારત દેશની સરકારે હવે કોઈની રાહ જોયા વગર આતંકીઓના અડ્ડાઓ પાકિસ્તાનમાં આવેલા છે તેને પાકિસ્તાન જ પોષણ આપી રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાને પાકિસ્તાનના વડાપ્રધાનને જન્મદિવસે સરપ્રાઈઝ શુભેચ્છા આપવા પહોંચી ગયા હતા તેવી જ રીતે હવે પાકિસ્તાનમાં જઈ ત્રાસવાદને ખતમ કરી ભારત દેશના યુવાનોને સરપ્રાઈઝ આપવી જોઈએ.

ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ

7 7

ઉપલેટાની મહિલા કોલેજમાં પ્રોફેસર ડો.કૈલાશબેન ઉપાઘ્યાયે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં જે જવાનો ઉપર નફરત આતંકીઓએ જે શહિદ વિરો ઉપર હુમલો કરેલ છે તેમાં જે જવાનો શહિદ થયા છે તેમના આત્માને જો ખરેખર શાંતી આપવી હોય તો હવે દેશના તમામ નાગરીકોને એક થઈ સરકારની સાથે રહેવું જોઈએ. સાથે સાથે સરકારે પણ હવે આળશ ખંખેરી જે શાંતીની ભાષામાં ના સમજે તેને ઈંટનો જવાબ પથ્થરથી જ આપવો જોઈએ. શહિદો ઉપર થયેલ હુમલો રાક્ષસી કૃત્ય સમાન છે. તેમાં કોઈ બાંધછોડ ન હોવી જોઈએ. ઘાસવારે માનવ અધિકારવાળા કુદી પડે છે ત્યારે આજે આ લોકોને પણ સરકાર સાથે રહેવું જોઈએ. બસ હવે તો ન્યાય, ધર્મ, સત્ય, શહિદો માટે રાષ્ટ્રીય કવિ દિનકરની શાયરી છીન તા વો સ્તત્વ કોઈ ત્યાગ તપ સે કામ લે વદ થાય છે વિછિ ન કર દેતા ઈસે બઢ રહા તેરી તરફ જો હાથ હૈ મુજબ હવે તો યુદ્ધ થવું જ જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.