Abtak Media Google News

મડિયાને સ્વતંત્રતા ચોકકસ પરંતુ સ્વચ્છંદતા ચલાવી ન લેવાય

જ્ઞાતિ અંગે અપમાનિત કરવાના ગુના નોંધાયો તો: પોલીસ દ્વારા ફરાર ચાર શખ્સોની સઘન શોધખોળ

પોલીસ ધરપકડની દહેશતે કરાયેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા જોઇ અરજી ફગાવી

લોકશાહીમાં અખબારને ચોથી જાગીરનો દરરોજો આપવામાં આવ્યો છે. મીડિયા જગતને પુરતી સ્વતંત્રા મળતી હોય છે. પરંતુ મીડિયા કયારેક પોતાને મળેલી સ્વતંત્રાની લક્ષ્મણ રેખા ઓળંગે ત્યારે મીડિયા, સમાજ અને વહીવટી તંત્રને સહન કરવું પડે છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની છે. રાજકોટના તત્કાલિન ડીસીપી પ્રવિણકુમાર મીણા બાબતે ધૃણાસ્પદ લખાણ સાંધ્ય દૈનિકમાં છાપનાર મહિલા તંત્રી સહિત ચાર સામે જ્ઞાતિ અંગે અપમાનિત કર્યા અંગે ગુનો નોંધાયો હતો. પોલીસ ધરપકડની દહેશતે અખબારના માલિક અને મહિલા તંત્રીએ આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. વાણી સ્વતંત્રતા જ્યારે સ્વચ્છંદતા બદલી જાય તે પાલવે નહી તૈવી ટક્કોર સાથે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.

વધુ વિગત મુજબ હિરાસર ખાતે નિર્માણ પામતુ ઈન્ટરનેશનલ એરપોર્ટની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા હતા. ત્યારે મિડીયા કવરેજ માટે ગયેલા ત્યારે પત્રકારો અને રાજકોટના તત્કાલીન ડીસીપી  પ્રવિણકુમાર મીણા સાથે  વિવાદ થયો હતો. બાદ સાંધ્યદૈનિક દ્વારા પ્રવિણકુમાર મીણા વિશે ધૃણાસ્પદ લખાણ લખવાના  મામલે ડીસીપી પ્રવિણકુમાર મીણાએ સાંધ્યદૈનિકના માલીક, તંત્રી જાનદકી અનિરૂધ્ધ નકુમ,  સહતંત્રી ભરત વશરામ રામાણી લેખક અનિરૂધ્ધ નકુમ અને  શનિરાજ મીડીયા પ્રા.લી.ના અને તપાસમાં ખૂલ્લે તમામ સામે એટ્રોસીટી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.આ ગુનામાં પોલીસ ધરપકડની દહેશતથી સાંધ્યદૈનિકના માલીક/ તંત્રી જાનકી નકુમે  આગોતરા જામીન અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણી પૂરી થતા અદાલતે  કડક  ટકોર કરી હતી. જેમાં  અપમાનજનક શબ્દોનો પ્રયોગ ફરિયાદી માટે કરવામાં આવેલ હોવાનું કોર્ટ એ અવલોકન કરેલ અને વિશેષ માં કોર્ટે અવલોકન કરેલ કે પત્રકરિતા એ લોકશાહી માં ચોથો સ્તંભ છે અને તેની સ્વતંત્રતા એ લોકશાહીના જતનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે એ બાબત થી અત્રેની કોર્ટ પૂર્ણપણે અવગત અને સભાન છે.

પરંતુ સ્વતંત્રતા એ સ્વછંદતા બની જાય તે હદે સ્વતંત્રતા નો દુરુપયોગ પરવાનગી પાત્ર નથી, વ્યકિત કે સંસ્થાની સ્વતંત્રતા નિરપેક્ષ નથી, પણ તેના પર લદાયેલી મર્યાદાઓને આધીન હોય છે. જેને સદી ભાષામાં વ્યક્તિ કે સંસ્થાએ પાલન કરવાની ફરજો કહી શકાય. આરોપી એ ફરિયાદી વિરુદ્ધ જે આક્ષેપો કરેલ છે અને તે વર્તમાનપત્ર માં પ્રકાશિત કરવાની અરજદાર ની હિંમત તેઓને મળેલી સ્વતંત્રતાના ઘોર દુરુપયોગ સમાન છે. લોકશાહી ના ચોથા સ્તંભ તરીકે આરોપીએ પોતે પાલન કરવાની મરીયાદોનો એવી રીતે ભંગ કરેલ છે  તેવું ઠરાવી અદાલતે  આગોતરા  જામીન અરજી  ફગાવી દીધી છે. આ કેસમાં સરકારી વકીલ  પરાગ શાહ રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.