Abtak Media Google News
  • એસઓજી પીઆઈ તરીકે જે.એન. ગઢવીની નિયુક્તિ કરતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા

ગીર સોમનાથ જિલ્લા પોલીસની અત્યંત મહત્વપૂર્ણ ગણાતી એલસીબી અને એસઓજી શાખાના પીઆઇ પદે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા બે અધિકારીઓની નિયુક્તિ કરવામા આવી છે. અગાઉ રાજકોટ શહેરમાં ફરજ બજાવી ચૂકેલા અરવિંદસિંહ જાડેજાને ગીર સોમનાથ એલસીબી પીઆઈ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે જે એન ગઢવીને એસઓજી પીઆઈ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.

વેરાવળ બંદરે ઝડપાયેલો રૂ. 350 કરોડના હેરોઇન પ્રકરણમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને હાલ સુધી એસઓજી શાખાના પીએસઆઇ તરીકે કાર્યરત અરવિંદસિંહ જાડેજાને ગીર સોમનાથ એલસીબીઆઈ પીઆઈનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અગાઉ અરવિંદસિંહ જાડેજાએ રાજકોટ પણ પીએસઆઇ તરીકે ફરજ બજાવી અનેક ચકચારી ઘટનાનો ભેદ ઉકલ્યો હતો.

જ્યારે ગીર સોમનાથ જિલ્લાના એસઓજી પીઆઇ તરીકે જે.એન. ગઢવીની નિયુક્તિ કરવામાં આવી છે. જે. એન. ગઢવીએ 2010માં ગુજરાત પોલીસ દળમાં પીએસઆઇ તરીકે નિયુક્તિ મેળવ્યા બાદ વર્ષ 2010 થી 2017 સુધી આણંદ ખાતે પી.એસ.આઇ તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ વર્ષ 2017 થી 2022 સુધી પંચમહાલ પીએસઆઇ અને 2022 થી 2024 સુધી અમદાવાદ એસીબી ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવ્યા બાદ તેમને પીઆઇનું પ્રમોશન મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.