Abtak Media Google News

ચકાસણી પૂર્ણ થયા બાદ અધિકારીની સહીના વાંકે પ્રમાણપત્ર મળવામાં ૧૦ થી ૧પ દિવસનો વિલંબ થાય છે

જામનગર મહાનગર પાલિકા દ્વારા લગ્ન નોંધણી કચેરીમાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર મળવા પાત્રના સમય મર્યાદામાં ફેરફાર જણાઇ રહ્યો છે. ખરેખર ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-૨૦૦૬ હેઠળ ગુજરાત અધિનિયમ ક્રમાંક-૧૬ ની કલમ ૧૧ નો પેટા નિયમ અને નિયમ ૪ ના પેટા નિયમ મુજબ કોઇ ફેરફાર ન હોય તો લગ્નના દસ્તાવેજો પુરતા હોય તો તાત્કાલીક લગ્ન નોંધણી પ્રમાણપત્ર  મળવા પાત્ર છે. જેથી બેંકની કાર્યવાહી કોઇ અન્ય સરકારી કાર્યવાહી વિદેશી જવા પાસપોર્ટ મેળવવાનું હોય તો જામનગરમાં લગ્ન નોંધણી કચેરીની કાર્યવાહી ઝડપી જ છે. પરંતુ જામપાની લગ્ન નોંધણી કચેરીમાં લગ્ન નોંધણી રજીસ્ટ્રારની સહીથી આ પ્રમાણપત્ર માન્ય રહે છે. પરંતુ હાલ લગ્ન ફાઇલ તૈયાર થઇ ગયા બાદ તેમજ ચકાસણી પૂર્ણ થઇ ગયા બાદ ફકત અધિકારીની સહીના વાંકે આશરે ૧૦ થી ૧પ દિવસ મળવાપાત્રમાં વિલંબ થાય છે જે અયોગ્ય છે અને જેને લીધે વર-ક્ધયાએ મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ અગત્યના દસ્તાવેજમાં પુરાવાના અભાવે કે પ્રેમ લગ્ન કરનારાઓન મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે ફકત ઉપલા અધિકારી એટલે કે લગ્ન નોંધણી રજીસ્ટ્રાર ને લીધે ભોગવવી પડે છે.

Advertisement

ત્યારે આ મામલે ત્વરીક કાર્યવાહી કરવા આવશ્યક છે તેમ એડવોકેટ પ્રતિક ભટ્ટે મ્યુનિ. કમિશ્નરને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.