Abtak Media Google News

યુવતિ પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ રદ કરવા કારખાનેદારે કરેલી પીટીશનમાં આકરા સ્ટેપ ન લેવા હુકમ કર્યો હતો: તા.૨૫ સપ્ટેમ્બરે સુનાવણી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર અને રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના તત્કાલિન પ્રમુખ સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં કરેલી કવોસીંગ પીટીશનમાં હાઈકોર્ટે પીટીશનનો નિકાલ ન થાય ત્યાં સુધી આરોપી સામે સખત પગલા ન લેવા મનાઈ હુકમ ફરમાવેલો બાદ પોલીસે આરોપી વિરુઘ્ધ પુરતા પુરાવા મળતા ચાર્જશીટ કરવા પરવાનગી માંગતી અરજી કરતા જેની વધુ સુનાવણી તા.૨૫/૯ના રોજ હાથ ધરવામાં આવશે.

ગત તા.૨૩/૧૦/૨૦૧૫ના રોજ શહેરના ગીતાંજલી પાર્ક, હસનવાડી મેઈન રોડ ખાત રહેતા અને ગોકુલ ઓટો મેન્યુફેકચરર્સના નામે કારખાનુ ધરાવતા ગોકુલ બાબુભાઈ સગપરીયાને પોતાના કારખાનામાં નોકરી ઉપર રાખી બરોડા, મુંબઈ જેવા વિવિધ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવેલી હતી. આરોપી ગોકુલ સગપરીયા બનાવ વખતે રાજકોટ એન્જીનીયરીંગ એસો.ના પ્રમુખના હોદા ઉપર બિરાજમાન હતો.

સદરહું ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં કવોસીંગ પીટીશન ફાઈલ કરેલી હતી જે પીટીશન સંદર્ભે હાઈકોર્ટે જે તે વખતે ‘નો કોર્ઝીવ સ્ટેપ્સ ટેકન અગઈન્સટ પીટીશનર’ એટલે કે કવોસીંગ પીટીશનનો ન્યાયીક નિકાલ ન થાય ત્યાં સુધી આરોપી વિરુઘ્ધ સખત પગલા ન ભરવા અંગે મનાઈ હુકમ ફરમાવેલો. ઉપરોકત હુકમ બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં ન આવતી હોવાની પીડીતાએ તેના એડવોકેટ મારફત હાઈકોર્ટમાં પીટીશન કરેલી ત્યારે જસ્ટીસ જે.બી.પારડીવાલાએ તા.૪/૧/૨૦૧૬ના રોજ સદરહુ કેસની તપાસ કાયદા મુજબ ચાલુ રાખવા પોલીસને હુકમ ફરમાવેલો ત્યારબાદ સદરહુ ગુન્હા સંદર્ભે પોલીસે પોતાનું ઈન્વેસ્ટીગેશન ચાલુ રાખી અને પીડીતાનું પણ સી.આર.પી.સી.ની કલમ ૧૬૪ મુજબનું મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન લેવડાવવામાં આવેલું. જે અંગેના ઓડીયો રેકોર્ડીંગ પણ પીડીતાએ પોલીસ સમક્ષ રજુ રાખેલો.

પોલીસ પાસે આરોપી વિરુઘ્ધ ચાર્જશીટ કરવા અંગે પુરતા પુરાવાઓ ઉપલબ્ધ હોય પરંતુ આરોપીએ કરેલ કવોસીંગ પીટીશનમાં હાઈકોર્ટનો આરોપી વિરુઘ્ધ સખત પગલા ન લેવા અંગેનો મનાઈ હુકમ હોય પોલીસે સરકારી વકીલ મારફત હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરેલી અને ચાર્જશીટ કરવા પરવાનગી માંગેલી જે અનુસંધાને હાઈકોર્ટે આરોપીની મુખ્ય કવોસીંગ પીટીશનની સુનાવણી હાથ ધરેલી છે જે અંગે ગત તા.૧૯/૭/૨૦૧૭ના રોજ આરોપીના વકીલ, સરકારી વકીલ અને પીડીતાના વકીલ દ્વારા ધારદાર દલીલો રજુ કરવામાં આવેલી છે અને વધુ સુનાવણી માટે તા.૨૫/૯/૨૦૧૭ મુકરર કરવામાં આવેલી છે. આ કામે પીડીતા વતી સંજય એચ.પંડિત તેમજ પ્રેમલભાઈ રાચ્છ રોકાયેલા છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.