Abtak Media Google News

નિચલી અદાલતોમાં પેન્ડીંગ કેસનાં ઝડપી નિકાલ માટે પરીક્ષા બાદ ઓલ ઈન્ડિયા મેરીટ દ્વારા નિમણુંક કરાશે

નીચલી અદાલતોમાં જજની ૫૪૦૦ ખાલી જગ્યાઓ માટે હવે પરીક્ષા દ્વારા નિમણુંક કરવામાં આવશે યુનિયન લો મિનિસ્ટર અને સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર દેશમાં ખાલી પડેલી લગભગ ૬૦૦૦ જજની જગ્યા માટે પરીક્ષા લેશે.

Advertisement

મહત્વનું છે કે નીચલી અદાલતોમાં જિલ્લા મેજીસ્ટ્રેટનું આ માટે અલગથી પરીક્ષણ કરવામાં આવશે આ પરીક્ષા યુનિયન પબ્લીક સર્વીસ કમિશન (યુપીએસસી) અને અન્ય સંલગ્ન એજન્સીઓ દ્વારા પરીક્ષા લેવાશે આ પરીક્ષામાં જેતે જિલ્લાની લોકલ ભાષામાં પરીક્ષા આપી શકાશે જે રીતે એનઈઈટી અને સીબીએસસીની પરીક્ષાઓ લેવાય છે. અને સમગ્ર દેશમાં મેરીટ લીસ્ટ બહાર પડે છે તેવી જરીતે જજની પરીક્ષા લેવાશે અને મેરીટ લીસ્ટ બહાર આવશે.

ઉલ્લેખનીય છે કેજજની પરીક્ષા દ્વારા નિમણુંક કરવાનો નિર્ણય માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા જ કરવામાં આવશે. અગાઉ જજની નિમણુંક રાજય સરકાર દ્વારા કરવામાં આવતી હતી જેને કારણે કયારેક વિસંગતતાની ફરિયાદ ઉઠતી હતી માટે હવે જજની નિમણુંક પરીક્ષા દ્વારા કરવામાં આવશે જેથી જેલાયક જજ હોયતેની યોગ્ય જગ્યાએ પસંદગી થઈ શકે.

આ અંગે સીજેઆઈ રંજન ગોગોઈએ જણાવ્યું કે આ પહેલા પ્રેરણાત્મક છે. નીચલી અદાલતોનાં કેસોની વિશાળ સંખ્યા છે જેની સામે જજની સંખ્યા ઓછી છે. નીચલી અદાલતોમાં હાલ ૨.૭૮ કરોડ કેસ પેન્ડીંગ છે. અને તાત્કાલીક તમામ જજની નિમણુંક કરવા આ પ્રયાસ હાથ ધરાયો છે.

મહત્વનું છે કે જિલ્લા અને નીચલી અદાલતોમાં જજની નિમણુંક રાજય સરકાર અને સંબંધીત ઉચ્ચ અદાલતો દ્વારા કરવામાં આવતી નિમ્ન અદાલતો માટે ન્યાયીક અધિકારીઓની ભરતી માટે નિયમિત પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે.

ગત વર્ષે એપ્રીલમાં કાયદા મંત્રાલયે સુપ્રીમ કોર્ટને સેન્ટર સિલેકશે મિકેનિઝમ બનાવા ભલામણ કરી હતી અને આ અંગે હાઈકોર્ટ અને અન્ય રાજયની અદાલતો પાસેથી પ્રતિભાવો અને સૂચનો માંગવામાં આવ્યા હતા. તમામ રાજયો અને હાઈકોર્ટે કેન્દ્રીય મિકેનિઝમની રચના કરી ખાલી જગ્યાઓ ભરવા માટે અને પેન્ડીંગ કેસના ઝડપી નિકાલ માટે ઓલ ઈન્ડીયા મેરીટ સૂચિના આધારે સંબંધીત રાજય સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવશે અને હાઈકોર્ટ દ્વારા તેની વહીવટી નિયંત્રણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પસંદગી મિકેનિઝમનો મુખ્ય હેતુ દેશભરમાં ન્યાયીક અધિકારીઓની નિમણુંકમાં એક‚પતા લાવવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.