Abtak Media Google News

પોલીસની સુચારૂ વ્યવસ્થાના કારણે લાખો લોકોએ શાંતિથી મેળો માણ્યો

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢના શિવરાત્રી મેળામાં પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, યાત્રાળુઓ મેળામાં નિર્ભય રીતે ફરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા કાબિલેદાદ હતી, પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક અને પૂરી સમજણથી ગોઠવવામાં આવેલ બંદોબસ્ત અને વિવિધ પ્રકારની કામગીરીના કારણે મેળામાં લાખો લોકોએ ચિંતા રહિત કોઈપણ અનિચ્છનીય બનાવ વગર મેળાનો આનંદ માણ્યો હતો.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ  પી.એસ.આઇ. એમસી.ચુડાસમા તથા સ્ટાફની ટીમ દ્વારા શિવરાત્રિના મેળામાં લાખોની મેદની એકઠી થતી હોય ત્યારે આ મેળામાં ખિસ્સા કાતરૂ ગેંગ તેમજ મોબાઈલ ઉઠાંતરી કરતી ગેંગ દ્વારા ભીડનો લાભ લઈને પાકીટ ચોરી તથા મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા માટે પકડાતા ખિસ્સા કાતરુંને સધ્ધર જામીન ના આપે તો, વહીવટી તંત્ર સાથે સંકલન કરી, જેલ હવાલે કરવાનો પ્રયોગ, બીડીએસ ટીમ, સીસીટીવી કેમેરા વાન, બેગેજ સ્કેનર દ્વારા ચેકીંગ, સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન કેમેરા દ્વારા વોચ, વિગેરે જેવા આધુનિક સાધનો દ્વારા કરવામાં આવેલ ચેકીંગના કારણે 16 જેટલા ઇસમોને પકડી પાડી જેલ હવાલે કરવામા આવેલ હતા. જ્યારે એક ઇસમને બનાવટી ચાલની નોટો સાથે પકડી અને પીધેલા ઇસમોને પકડી જેલ હવાલે કરવામાં આવતા તેમજ ખોયા પાયા સ્ક્વોડ દ્વારા મેળામાં ગુમ થયેલ સાત જેટલા બાળકો તથા વૃદ્ધોને શોધી કાઢી, પરિવારજનો સાથે મિલન કરાવતા મેળામાં આવેલ લાખો શ્રદ્ધાળુઓની સલામતીમાં વધારો કરવામાં પોલીસ તંત્ર એ  સફળતા મેળવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પીએસઆઇ પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમા, પીએસઆઇ જે.એમ.વાળા તથા સ્ટાફ દ્વારા મેળામાં આવતા યાત્રાળુઓને પોતાના પાકીટ, મોબાઈલ, સામાન, સંભાળીને રાખવા તથા સાવચેત કરવા માટે, શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવ્યે, પોલીસને જાણ કરવા માટે, ખિસ્સા કાતરું અને મોબાઈલ ચોર ટોળકી થી સાવચેત રહો, વાહનો પાર્કિગમાં જ પાર્ક કરવા, જેવી વિગેરે સુચનાઓ આપતા જુદાજુદા આશરે 100 જેટલા પોસ્ટરો બનાવી, શિવરાત્રિના મેળામાં આવેલ જાહેર રોડ ઉપર, અગત્યના સ્થળો સાથે અનેક જગ્યાઓ એ પોસ્ટરો લગાડી તેમજ માઈકમાં  ઓડિયો કલીપ દ્વારા મેળામાં આવતા લોકોને સાવચેત કરવા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જેથી મેળામા આવતા યાત્રાળુઓને સતત પોતાના મોબાઈલ પાકીટ, સમાન, વિગેરે ચીજ વસ્તુઓ બાબતે સાવચેત રહેતા થયા હતા. આ ઉપરાંત પોતાના બાળકો તેમજ મહિલાઓ, વૃદ્ધો ગુમ ના થાય તે બાબતે પણ સાવચેતી રાખવા પોસ્ટરમા સૂચનો આપવામાં આવેલ હોવાથી લોકો વધુ સાવચેત થયા હતા, આમ પોલીસનો આ નવતર પ્રયોગ અને ખાસ સુવિધા સફળ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.