Abtak Media Google News

જય વિરાણી, કેશોદ:

કેશોદના માંગરોળ રોડ, કામનાથ પેટ્રોલ પંપ પાસે, ગત તારીખ ૨ નવેમ્બરનાં રોજ અકસ્માત થયો હતો ત્યારે બાઈકચાલકને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગંભીર ઈજાઓ થતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. કેશોદ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પંચનામું કરવા જતાં મોટરસાયકલ નજરે પડ્યું ના હતું. અન્ય વાહનો તો ઠીક પણ અકસ્માતમાં રેઢું પડેલ બાઇક ચોરાઈ જવાનો બનાવ બન્યો.

ઘટનાસ્થળે પોલીસે પહોંચી બાઈક વિશે આસપાસના વિસ્તારમાં તેમજ સગાંસંબંધીઓને પુછપરછ કરી હતી ત્યારે મોટરસાયકલ નાં મળતાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશનભાઇ કારાભાઇ મોકરીયા ઉ.વ.૪૨ રહે.પાડોદર ગામ પ્લોટમા તા.કેશોદ જી.જુનાગઢ અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ ગ્રે-કાળા કલરનું મોટર સાયકલ જેના રજી.નં.GJ-05-EZ-2780 જેની કિ.રૂ.આશરે ૩૦,૦૦૦/- કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો નોંધી કેશોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી અને ચોવીસ કલાકમાં ચોરીના મોટરસાયકલ સાથે મુસ્તાક હાસમ સીડા અને મહેન્દ્ર ફુલા રાઠોડને ઝડપી લીધા છે. કેશોદ પોલીસને પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી મુજબ રાત્રીના અકસ્માત વાળી જગ્યાએથી છકડા રીક્ષામાં મોટરસાયકલ ભરીને લઈ ગયાં હતાં ત્યારે કેશોદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં મુદામાલ સાથે તસ્કરોને ઝડપી પડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.