મનહર ઉધાસના ૩૩માં આલ્બમ ‘આરાધના’નું લોન્ચિંગ

manhar udhas | singer | gazal
manhar udhas | singer | gazal

ગઝલ, નઝમ અને ગીત તરબોળ આલ્બમના વિમોચન પ્રસંગે અનેક આગેવાનો-ચાહકોની ઉપસ્થિતિ

ગઝલ સમ્રાટ અને હિન્દી ફિલ્મોના પાર્શ્ર્વ ગાયક મનહર ઉધાસના ૩૩માં આલબમ આરાધનાનું અનેક મહાનુભાવો-ચાહકોની ઉપસ્થિતિમાં લોન્ચીંગ થયું છે. ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટ અને સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે આ વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. આ તકે અનેક સામાજીક અને રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતા. મનહર ઉધાસે પોતાના નવા આલબમમાં ગઝલ, નઝમ અને ગીત સહિતની રચનાઓની પ્રેમપૂર્ણ રજૂઆત કરી છે. આલબમમાં અમૃત ઘાયલની નવરચનાઓ છે. ભાઈ અને બહેનના પ્રેમને અભિવ્યકત કરતી ‘હેતમાં જેના મને માં ની છબી મળી છે, પવિત્ર પ્રેમના રૂપે મને બહેન મળી છે’ જેવા ગીત આ આલબમમાં છે. આ આલબમના લોન્ચીંગ પ્રસંગે અનેક લોકોએ હાજરી આપી હતી.