Abtak Media Google News
  • ફલ્લા નજીક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી
  • દર્શન કરવા જતી વેળાએ શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો

જામનગર ન્યૂઝ : જામનગરના ફલ્લા નજીક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી હતી.જેમાં વાંકાનેરના ભિગુંડાથી શ્રધ્ધાળુનો સંઘ દ્વારકાધિશના દર્શન કરવા માટે જઇ રહ્યો હતો. આ દરમિયાન દર્શન કરવા જતી વેળાએ શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. ફલ્લા પાસે ફોર વ્હીલર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા દેકારો બોલી ગયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ફલ્લા પાસે ફોર વ્હીલર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટેકટર પલ્ટી ખાઈ જતા અફરાતફરી મચી હતી. આ દરમિયાન ટ્રેક્ટરમાં બેસેલા 18 જેટલા લોકોને નાનીમોટી ઈજા પહોંચી હતી.

આ ગોઝારી ઘટનામાં એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે એક વૃદ્ધને ગંભીર હાલત થતા તે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો બીજી તરફ વાહનચાલકો એ પણ દોડી ગયા હતા જેને લઈને ટ્રાંફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા તો ઇજાગ્રસ્તોને તાત્કાલિક જામનગરની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.