Abtak Media Google News

તેરા સાથ હે તો, મુજે કયાં કમી હૈ…..

આદમ અને હવાની પ્રથમ યુગલ વાર્તાથી શરૂ કરીને કિલયો પેટ્રા અને માર્ક એન્ટોનીની લવસ્ટોરી સાથે 1936 માં રાજા એડવડએ પ્રેમને કારણે સિંહાસન છોડી દીધું હતું

 આપણી સમાજ વ્યવસ્થામા પતિ-પત્નીની જોડીનું વિશેષ મહત્વ છે. એક બીજા પ્રત્યેનો પ્રેમ અને સમજદારીથી જીવન પસાર કરતાં આ યુગલો પરિવારનું નિર્માણ કરે છે. પ્રાચિન યુગથી શરુ કરીને આજના યુગ સુધીની ‘કપલ યાત્રા’ માં ઘણા ચડાવ-ઉતાર જોવા મળે છે. આજે તો લગ્ન વિચ્છેદના મામલા દિન પ્રતિનિધિ વધતા જાય છે. ત્યારે સાથે રહેતા યુગલો ખરેખર ‘સાચા જોડકા કે જોડી’ હોય શકે ? ઘણીવાર સાથે એક છત નીચે રહેનાર કપલ કરતાં દુર જુદે જુદે રહેતા હોવા છતાં એકબીજાની સાવ નજીક  જોવા મળે છે.

Advertisement

આજે રાષ્ટ્રીય કપલ દિવસ છે, ત્યારે એકવાતનકકી કે પ્રેમ હમેશા સરળ હોતો નથી.  પ્રાચિન કાળ કે માનવ અસ્તિત્વના પ્રારંભે આદમ અને હવાની પ્રથમ યુગલ વાર્તાથી શરુ કરીને કિલયો પેટ્રા અને માર્ક એન્ટોનીની લવ સ્ટોરી સાથે 1936 માં રાજા એડવર્ડ-8 નું પ્રેમને કારણે સિંહાસન છોડી દેવાની ઘટના પણ જોવા મળી હતી.

બે વ્યકિતનું મિલન એક કપલ બનાવે છે, ત્યારે ર1મી સદીના નવા વાતાવરણ અને બદલાતી જીવન શૈલીને કારણે યુએસમાં 2015માં સમ લૈગિંગ યુગલના લગ્નને કાયદેસરના અપાય હતી. પતિ-પત્ની વચ્ચે પ્રેમ, હુંફ લાગણી વફાદારો અને સમજદારી જેવા ગુણોની સાથે સહન શિલતા ખુબ જ જરુરી હોય છે. આજનો દિવસ બધા જ કપલોને આનંદ ઉલ્લાસ સાથે  મહત્વનો હોવાથી ઉજવણી કરવી જોઇએ. કપલ દિવસ બાદ છ મહિને વેલેન્ટાઇન ડે આવતો હોવા છતાં આ દિવસ તેના કરતાં જુદો છે. યુગલોનું સજન હંમેશા વિજાતિય પાત્રના મિલનથી નિર્માણ થાય છે.

સંસાર યાત્રામાં ‘કપલ’નું મહત્વ વિશેષ છે, કારણ કે તે પરિવાર નિર્માણ સાથે તેના લાલન-પાલન અને સંતાનોના ઉછેરની વિશેષ જવાબદારી વહન કરે છે. આપણી સમાજ વ્યવસ્થા મુજબ સ્ત્રી ઘરકામ અને સંધાનોના ઉછેરની જવાબદારી અને પુરુષ આજીવિકા  માટે કામ કરીને પૈસા લાવતો હોય છે. વિદેશી અને ભારતીય કલ્ચરના ‘કપલો’ ની વાત ઘણી બધી રીતે જુદી પડે છે.

તેરા સાથ હે તો, મુજે કયા કમી હૈ,
અંધેરો મેં ભી, મીલ રહી રોશની

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.