Abtak Media Google News

રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે તા.૧૬/૦૬/૨૦૨૦ નાં રોજ ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી યોજવામાં આવ્યો હતો.

Advertisement

રાહત કમિશનર દ્રારા તમામ ઓનલાઈન અધિકારીશ્રીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી.

રાજ્યમાં તા.૧૫/૬/૨૦૨૦ સુધીમાં ૯૫.૨૫ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૧૧.૪૬% છે. રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા, લખપત તાલુકા તેમજ દેવભૂમી દ્વારકા તાલુકામાં આજ દિન સુધી વરસાદ નોંધાયો નથી. અન્ય તમામ તાલુકામાં વરસાદ ૧ મીમી થી લઈ ૨૩૨ મીમી સુધી નોંધાયો છે.

IMD દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૧૩.૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૫/૬/૨૦૨૦ સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૨.૦૭ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૬.૪૨% વાવેતર થયુ છે.

આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ફોરેસ્ટ સહિતના વિવિધ વિભાગ અને સેન્ટ્રલ વોટર કમિશન, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.