Abtak Media Google News

પેથાણી-દેસાણીની ખેલાડી જેવી રમતમાં મોઢવાડીયા ફાવી જશે?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દોઢ વર્ષ પૂર્વે કુલપતિ તરીકે નિતીન પેથાણી અને ઉપકુલપતિ તરીકે ડો.વિજય દેસાણીની નિમણૂંક કરવામાં આવી હતી. જો કે, બન્નેએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક વાદ-વિવાદો સામે આવતા રહ્યાં છે. ત્યારે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસના આગેવાન અર્જૂન મોઢવાડિયાએ અચાનક જ એન્ટ્રી કરી હતી. જો કે, વીસી, પીવીસીના વાદ વિવાદની અનેક અટકળો સામે આવતી હોય છે ત્યારે ભાજપના કોઈ આગેવાન વીસીની મુલાકાતે નહીં પરંતુ કોંગ્રેસના આગેવાન અર્જૂન મોઢવાડિયા આજે કુલપતિની મુલાકાતે આવ્યા હતા. બન્ને વચ્ચે અડધો કલાક સુધી બેઠક પણ મળી હતી. પક્ષાપક્ષી નહીં પરંતુ વ્યક્તિગત હિતને લઈને પેથાણી-મોઢવાડિયાની બેઠક મળી છે કે કેમ ? તે મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક તર્ક-વિતર્કો સર્જાય છે.

મળતી માહિતી મુજબ આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિ ઓફિસમાં સવારે ૧૧ વાગ્યા બાદ અર્જૂન મોઢવાડિયાએ એન્ટ્રી મારી હતી. કુલપતિ સાથે લગભગ અડધો કલાક સુધી બેઠક બાદ અર્જૂન મોઢવાડિયા રવાના થઈ ગયા હતા. અર્જૂન મોઢવાડિયાની વાત કરીએ તો મોરબીના તેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પોતે મિકેનીકલ એન્જીનીયર તરીકે ડિગ્રી મેળવી આગળ વધ્યા ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટાર ગ્રેજ્યુએટ સેનેટ સભ્ય તરીકે પણ રહી ચૂકયા છે અને ૧૯૯૦-૯૭ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટ સભ્ય તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. કહેવાય છે કે, મોઢવાડિયાનો રાજકીય ઈતિહાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થકી જ શ‚રૂ થયો હતો. ૯૭બાદતેઓ રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું  હતું અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ પ્રદેશ વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહી ચૂકયા છે. હાલ તેઓ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે તેઓનો અલગ જ નાતો રહ્યો છે. ત્યારે આજરોજ કુલપતિ સાથે અડધો કલાક સુધી અર્જૂન મોઢવાડિયા ગુફતગુ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તુળમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. હવે આ મીટીંગ પક્ષાપક્ષી નહીં પરંતુ વ્યક્તિગત હિતને લઈને પણ હોય તેવું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે અને ક્યાંકને ક્યાંક પેથાણી-દેસાણીની બિલાડી જેવી રમતમાં મોઢવાડિયા પણ ફાવી જશે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદો પુરા થવાનું નામ નથી લેતા ત્યારે આજે મોઢવાડિયા અને કુલપતિની બેઠક મળી હતી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે અનેક તર્ક-વિતર્કો શ‚રૂ થયા છે અને શા માટે બન્નેની બેઠક મળી તે પણ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે.

દેસાણીનો ૨૧મીનો યોગ પેથાણીનું ‘સ્વાસ્થ્ય’ સુધારશે?

આગામી ૨૧મી જૂનના રોજ વિશ્ર્વ યોગ દિવસ હોય જો કે, આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે લોકોને ઘરબેઠા જ યોગ કરવા પ્રધાનમંત્રીએ સુચન કર્યું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દીનને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલથી તાલીમ શિબીર યોજાવા જઈ રહી છે. જો કે, આ મુદ્દે ઉપકુલપતિ વિજય દેસાણી આવતીકાલથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં ઈન્ડોર સ્ટેડિયમ, રાયફલ શુટિંગ રેન્જ, યુનિવર્સિટી કેમ્પ પ્લાઝા, કેરીયલ કાઉન્સીલ સેન્ટર અને બહેનાના જીમ ખાતે તાલીમ શિબીર યોજવાનું આયોજન કર્યું છે. આ મુદ્દે વીસી પેથાણીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, યોગના મુદ્દે પ્લાનીંગ કરી રહ્યાં છીએ, તેની વિગતો મંગાવી છે.  જો કે, વાત કરીએ તો પીવીસીએ તાલીમ શિબીરની આખી વિગત બહાર પાડી દીધી અને વીસી પાસે તાલીમ શિબીરને લઈ કોઈ જ જાણકારી ન હોય જેથી કહી શકાય કે દેસાણીનો ૨૧મીનો યોગ પેથાણીનું  ‘સ્વાસ્થ્ય’  સુધારશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.