Abtak Media Google News

અનિલ કપૂર અને અર્જુન કપૂર તેની આગામી ફિલ્મ મુબારકનું ટ્રેલર લોન્ચ થયું છે. આ ટ્રેલરને જોઈને આ કહી શકાય કે આ ફિલ્મ દર્શકોને ખુબ જ હસાવશે. પરંતુ આ ફિલ્મ માં કેવો ધમાલ હશે તેની એક ઝલક ટ્રેલરમાં જોવા મળી. તમે આ બંને ને સાથે ડાંસ કરતાં જોશો તો તમે પણ આ ફિલ્મ ની ઘણી જ આતુરતા થી રાહ જોશો.

અર્જુન કપૂર અને અનિલ કપૂર એક ઇવેન્ટ દરમિયાન ડાંસ કરતાં જોવા મળ્યા હતા. આ ઇવેન્ટમાં તેમણે તેની આગામી ફિલ્મ મુબારકા નું ટ્રેલર પણ લોન્ચ કર્યું હતું. અનિલ કપૂર અને અર્જુન કપૂર બંને એ તો ડાંસ કર્યો પરતું આ ઇવેન્ટમાં હાજિર બાઘને ડાંસ કરવા પર મજબૂર કર્યા હતા.

મુબારકા ફિલ્મ માં બે જુડવા ભાઈ ની કહાની છે જે એક -બીજાની મંગેતરને પસંદ કરવા લાગે છે. તેમની આ તકલીફ ને એક પંજાબી વ્યક્તિ દૂર કરવાની કોશિશ કરે છે. ટ્રેલરમાં અર્જુન કપૂર અને અનિલ કપૂર ની  કોમેડી જોવા મળી છે જેના થી લાગે છે કે આ ફિલ્મ દર્શકોને ખૂબ હસાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.