Abtak Media Google News
  • કલાકારો: શ્રધ્ધા કપૂર, અર્જૂન કપૂર સીમા બિશ્વાસ
  • પ્રોડયુસર:એકતા કપૂર
  • ડાયરેકટર:મોહિત સૂરી
  • મ્યુઝિક:તનિષ્ક બાગચી, મિથુન
  • સિનેમા:કોસ્મોપ્લેકસ
  • રેટિંગ:૫માંથી ૩ સ્ટાર

સ્ટોરી:

માધવ (અર્જુન કપૂર) બિહારના એક ગામડામાંથી દિલ્હીની કોલેજમાં એડમિશન લે છે. તેને સ્પોર્ટસ (બાસ્કેટ બોલ)ના કવોટા થકી એડમિશન મલે છે.કેમકે તેનું અંગ્રેજી બિલ્કુલ નબળુ હોય છે. અહી તેને રઈશ બાપની દીકરી અને બાસ્કેટ બોલ પ્લેયર રીયા (શ્રધ્ધા કપૂર) સાથે દોસ્તી અને બાદમાં એક તરફા પ્રેમ થાય છે. રિયા તેને પ્રેમ નથી કરતી પણ હાક ગર્લફેંડ બને છે. બાદમાં રિયાના લગ્ન થાય છે. અને છૂટાછેડા પણ જલ્દી થઈ જાય છે. તેને માધવની યાદ આવે છે. તે માધવને મળવા પટના આવે છે. માધવની મા (સીમા બિશ્વાસ) છૂટાછેડા લીધેલી રિયાને પોતાના દીકરાની જીંદગી ખરાબ ન કરવા કહે છે. આથી રિયા માધવને પત્ર મોકલે છે જેમાં લખે છે કે રિયાને બ્લડ કેન્સર છે. લાસ્ટ સ્ટેજ છે અને તે માત્ર ૩ મહિના જ જીવી શકે તેમ છે. જોકે, આ વાત ખોટી હોય છે. માધવ રિયાને શોધવા ન્યુયોર્ક જાય છે. આગળ શું થાય છે તે જાણવા તમારે ફિલ્મ જોવી પડશે.

એકિટંગ:

રિયાની ભૂમિકા શ્રધ્ધા કપૂરે બખૂબી નિભાવી છે. એક જ ડાયરેકટર મોહિત સૂરી સાથે આ તેની ત્રીજી ફિલ્મ છે. અગાઉ મોહિત સૂરી સાથે તેણે એક વિલન અને હવે હાફ ગર્લફેંડમાં કામ કર્યું છે. માધવની ભૂમિકામાં અર્જુન કપૂરને સા‚ ફૂટેજ મળ્યું છે. ઈનફેકટ, શ્રધ્ધા કરતા વધુ ફૂટેજ મળ્યું છે.

શ્રધ્ધા અને અર્જૂને બાકાયદા બાસ્કેટ બોલ પ્લેયર તરીકેની તાલીમ લીધી હતી. બિહારના છોરાની ભૂમિકા ભજવવા તેણે ભોજપુરી લહેજાની હિંદી પણ શીખી હતી. હા, અર્જુનનું ભારે ભરખમ શરીર દર્શકોને ઉડીને આંખે વળગે છે.તેની સામે શ્રધ્ધા સ્લિમ -ટ્રિમ અને બ્યૂટી લાગે છે. સીમા બિશ્વાશ સહિતના બાકીના સહ કલાકારોનું કામ જસ્ટ ઓ.કે. છે.

ડાયરેકશન:

ભટ્ટ કેમ્પના માનીતા ડાયરેકટર મોહિત સૂરીએ આ વખતે એકતા કપૂર સાથે હાથ મિલાવ્યો છે.તેમણે નોવેલ પરથી એજ નામથી ફિલ્મ હાફ ગર્લ ફ્રેન્ડ બનાવી છે. પ્રથમ ભાગ મનોરંજક છે. પરંતુ ઈન્ટરવલ પછી નો સેક્ધડ હાફ લાંબો અને બોરીંગ છે. ડાયરેકશન કરતા એડિટિંગ નબળુ છે. તેમણે વાર્તામાં આવતા વળાંકોને ન્યાય આપ્યો છે. જોકે, માધવ (અર્જુન કપૂર)ને અંગ્રેજી બોલતા પણ ન આવડતું હોય તે ન્યુયોર્કમાં કામ કરવા લાગે તે અજીબો ગરીબ અને હાસ્યાસ્પદ લાગે છે. આમ છતા ફિલ્મ મનોરંજક બની છે. બેટી બચાવો-બેટી પઢાઓનો મેસેજ પણ છે.

મ્યુઝીક:

ફિલ્મનું મ્યુઝિક તનિષ્ક બાગચી અને મિથુને તૈયાર કર્યું છે. અરિજિત સિંગના અવાજમાં મેં ફિર ભી તુમ કો ચાહુંગા અને શ્રેયા ઘોષાલના કંઠે ગવાયેલું સોણિયા તુ થોડા દેર ઔર ઠહેર જા હીટ થઈ ચૂકયા છે. પડદા પર પણ જામે છે. હીટ મ્યુઝિકનો ફિલ્મને સારો સપોર્ટ મળ્યો છે. બાકીનાં ગીતો લાઉડ છે. અને ખાસ લોકપ્રિય થયા નથી. એક અંગ્રેજી ગીતમાં શ્રધ્ધા કપૂરનો અવાજ છે.

ઓવરઓલ:

ફિલ્મ હાફ ગર્લ ફ્રેન્ડ એક મનોરંજક ફિલ્મ છે. ખાસ કરીને યુવા પેઢીને ગમે તેવી વનટાઈમ વોચેબલ મૂવી છે. અર્જુન કપૂર કે શ્રધ્ધા કપૂરે એવોર્ડ વિનિંગ એકિટંગ નથી કરી આમ છતા સ્ટોરીમાં નવીનતા છે.એટલે એકવાર જોવામાં વાંધો નથી. પ્રથમ દિવસે શુક્રવારે હાફ ગર્લ ફેંડને સા‚ ઓપનિંગ મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.